અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અંતર રાજ્યોમાં લૂંટ કરતા પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અજય શર્મા, રાજ શર્મા, વિજય શર્મા, મુકુલ શર્મા અને જોની મુલચંદની દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ અનેક ગુનામાં સંડોવાયેલા હતા, જેમનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો છે. આરોપીઓ ઓનલાઈન વેબસાઈટ સાથે જોડાયેલા હતા. જેમાં સમલૈંગિક સંબંધ ધરાવતા લોકો તેમને બોલાવતા હતા અને ઘરે પહોંચ્યા બાદ આરોપીઓ જે તે વ્યક્તિને લૂંટી લેતા હતા.
ઓનલાઇન એપ્લિકેશન દ્વારા પ્રેમ શોધતા લોકો થઇ જજો સાવધાન! - ઓનલાઈન એપ્લિકેશન દ્વારા પ્રેમ શોધતા લોકો
અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા ઓનલાઇન એપ્લિકેશન દ્વારા સમલૈંગિક લોકોને સર્વિસ પ્રવાહ કરવાના નામે લૂંટ કરતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ગેંગના કુલ પાંચ આરોપીની ધરપકડ દિલ્હીથી કરવામાં આવી છે. જેમાં આરોપીઓ પાસેથી અંદાજે એક લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આરોપીઓને દિલ્હીના નોઈડા ખાતેથી પકડવામાં આવ્યા છે. આરોપીની ધરપકડ દરમિયાન સાત કાંડા ઘડિયાળ, મોબાઇલ ફોન અને પાવર બેંક તથા ભારતીય ચલણના રોકડ,અમેરિકન ડોલર અને નેપાળની ચલણ પણ મળી આવ્યા હતા. આરોપીએ એ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં અનેક રાજ્યોની અંદર આ પ્રમાણેની લૂંટ ચલાવી છે. જેમાં ગાઝિયાબાદ, નોઈડા, કોટા, ઇન્દોર, મથુરા, બેંગ્લોર, વડોદરા અને અમદાવાદના ગ્રાહકોને લૂંટવામાં આવ્યા છે.
ઓનલાઈન એપ્લિકેશન દ્વારા પ્રેમ શોધતા લોકો માટે આ કિસ્સો આંખ ઉઘાડતા સમાન કિસ્સો છે. ઓનલાઇન વેબસાઇટ અને એપ્લિકેશન મારફતે એ પ્રેમ અને સંબંધ બાંધવા લોકો આવા વિશ્વાસઘાતનો ભોગ ન બને તેની ખાસ તકેદારી રાખવી જોઈએ. ઓનલાઇન સંબંધ ધરાવતા લોકોએ પહેલાં તેની સત્યતા ચકાસવા જોઈએ. એપ્લિકેશન દ્વારા લોકોના પૈસા પડાવવાનો વેપાર તો નથી ચાલી રહ્યો ને અને આવી ઓનલાઈન છેતરપીંડીનો ભોગ બનેલા લોકોએ જલ્દીથી જલ્દી પોલીસનો સંપર્ક પણ સાધવો જોઈએ.