અમદાવાદઃ રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીના વિવાદાસ્પદ નિવેદને(Controversial statement by Vaghani) લઇને તેમની આકરી ટીકા થઈ રહી છે. તેમણે જેમને ગુજરાતમાં ન ગમતું હોય તો જે દેશ રાજ્યમાં ગમતું હોય ત્યાં સર્ટિફિકેટો લઇને જવાનું નિવેદન આપ્યું હતું. આપ અને કોંગ્રેસે જીતુ વાઘાણીના આ નિવેદનને વખોડી કાઢ્યું છે.
ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સામે સવાલ -શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ બુધવારે રાજકોટના એક કાર્યક્રમમાં વિવાદિત નિવેદન (Controversial statement by Vaghani)કર્યું હતું. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સામે સવાલ કરનારાને જીતુ વાઘાણીએ જાહેરમાં મીડિયાની હાજરીની નોંધ લઈને કહ્યું હતું કે જે લોકોને બીજા રાજ્યનું શિક્ષણ ગમે તો સર્ટિફિકેટ લઈને જતું રહેવું જોઈએ. જે નિવેદન પછી આકરા પ્રત્યાઘાત આવ્યાં છે.દિલ્હીના શિક્ષણપ્રધાન મનિષ સિસોદિયાએ ટ્વીટ (Manish Sisodia Tweet ) કરી વાઘાણીને જડબાતોડ જવાબ આપતાં સરકાર હવે બચાવ પક્ષમાં આવી ગઈ છે.
ગુજરાતમાં શિક્ષણનું ખાનગીકરણ -તેમના નિવેદન પછી આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા મનીષ દોશીએ આકરી પ્રતિક્રિયા આપી હતી. ગુજરાતમાં શિક્ષણને સુધારવાની જગ્યાએ રાજ્ય છોડી જવાની વાત કરી રહ્યા છે, તે શિક્ષણપ્રધાનને શોભતી નથી. અને ગુજરાતમાં શિક્ષણનું ખાનગીકરણ થઈ ગયું છે.