ગુજરાત

gujarat

ETV Bharat / state

વીવીઆઈ બેઠક ઘાટલોડિયામાં સીએમનો સામનો કરશે ગુજરાત કોંગ્રેસના આ મહિલા નેતા - ગુજરાત વિધાનસભા ચૂંટણી

ગુજરાત કોંગ્રેસની પ્રથમ ઉમેદવાર યાદી ( First candidate list of Gujarat Congress ) માં વીવીઆઈ બેઠક ઘાટલોડિયા ( VVIP Seats Of Gujarat Election 2022 ) ના ઉમેદવારના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. પ્રચાર માટે ઝાઝો સમય પણ મળવાનો નથી ત્યારે આ બેઠક ( Ghatlodia Seat )પર કોંગ્રેસના ઉમેદવાર અમીબેન યાજ્ઞિક (Congress Candidate Amiben Yagnik ) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel ) સામે ચૂંટણી જંગ લડશે. કેવા છે ચાન્સીસ જોઇએ.

વીવીઆઈ બેઠક ઘાટલોડિયામાં સીએમનો સામનો કરશે ગુજરાત કોંગ્રેસના આ મહિલા નેતા
વીવીઆઈ બેઠક ઘાટલોડિયામાં સીએમનો સામનો કરશે ગુજરાત કોંગ્રેસના આ મહિલા નેતા

By

Published : Nov 5, 2022, 9:23 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને તારીખો જાહેર થઈ ગઈ છે. ઘણા સમયના મહામંથન બાદ 4 નવેમ્બરે ગુજરાત કોંગ્રેસની પ્રથમ ઉમેદવાર યાદી ( First candidate list of Gujarat Congress ) માં 43 નામ જાહેર કરી દેવાયા છે. જેમાં આ વખતે કોંગ્રેસના પ્રથમ ઉમેદવારના લિસ્ટમાં ( First candidate list of Gujarat Congress ) જોઈએ તો અમુક નેતાઓને રીપીટ કરવામાં આવ્યા છે તો ઘણા બધા નવા ચહેરાઓ પણ જોવા મળી રહ્યા છે.

વીવીઆઈ બેઠક ઘાટલોડિયામાં કોંગ્રેસના ઉમેદવાર અમદાવાદની ઘાટલોડીયા વિધાનસભા બેઠકની ( Ghatlodia Seat )વાત કરીએ તો આ બેઠક પરથી ભાજપમાંથી ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી લડવાના છે તો તેની સામે કોંગ્રેસે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સામે રાજ્યસભાના સાંસદ અને વ્યવસાયે વકીલ એવા અમીબેન યાજ્ઞિકને ( Congress Candidate Amiben Yagnik ) જંગમાં ઉતાર્યા છે.

કોણ છે અમી યાજ્ઞિક કોંગ્રેસ દ્વારા પહેલી પ્રથમ યાદીમાં મહિલા ઉમેદવાર તરીકે ઘાટલોડિયા બેઠક માટે અમીબેન યાજ્ઞિકને જાહેર કરાયાં છે. અમીબેન યાજ્ઞિક ( Congress Candidate Amiben Yagnik ) અને તેઓ હાઇકોર્ટમાં વકીલાત કરે છે. તેઓ રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ ( Rajya Sabha Congress MP ) છે. આ સાથે જ શિક્ષિત અને અભ્યાસુ હોવાની સાથે તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે. અમીબેન યાજ્ઞિક પ્રાદેશિક કક્ષાએ પણ કોંગ્રેસમાં વિવિધ પ્રવૃત્તિઓના ભાગ લીધા છે આ સાથે સ્થાનિક પ્રશ્નોમાં પણ તેઓ સક્રિય રહ્યા છે.

પાટીદાર મતદારોનું પ્રભુત્વ ઘાટલોડીયા વિધાનસભા બેઠકની ડેમોગ્રાફીની વાત કરીએ તો આ વિધાનસભા બેઠક વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે. આ વિસ્તારમાં સૌથી વધારે પાટીદાર મતદારો છે. ઘણાં વર્ષોથી કોંગ્રેસ આ બેઠક ઉપર જીત નોંધાવી શકી નથી. ત્યારે આ વર્ષે ભાજપમાંથી માત્ર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સિવાય કોઈએ દાવેદારી સુદ્ધાં નોંધાવી નથી ત્યારે અમીબેન યાજ્ઞિકને એમની સામે કોંગ્રેસમાંથી ઉતારવામાં આવ્યા છે.

જીતનું માર્જીન ઘટાડશે અત્યાર સુધીના ચૂંટણીના પરિણામો અને જીતનું માર્જિન જોતા કોંગ્રેસમાંથી અમીબેન યાજ્ઞિકને તેમના જીતનું ફેક્ટર ઘટી શકે એવા ઘણા બધા ચાન્સ દેખાઈ રહ્યા છે. પરંતુ મહત્વનું છે કે આ વર્ષે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ( VVIP Seats Of Gujarat Election 2022 ) ત્રિપાંખીયો જંગ જોવા મળવાનો છે ત્યારે ઘણા બધા ચૂંટણીના સમીકરણો પણ બદલાયા છે તો આ વખતે ચૂંટણીમાં કોઈ પણ પક્ષે બાજી પલટાઇ શકે છે.

ABOUT THE AUTHOR

...view details