અમદાવાદ: જનરલ મેડિસિન વિભાગમાં દર્દીને શ્વાસોચ્છવાસ અને આપણે લગતી તપાસ માટે ઈકો ટેસ્ટ કરવો જરૂરી રહે છે. ઈકો દ્વારા પ્રાથમિક તપાસથી હૃદયને લગતી બીમારી જાણી શકાય છે. જેથી દર્દીને કાર્ડિયોલોજીની સારવારની જરૂર હોય તો આગળ સ્પેશિયલ વિભાગમાં રિફર કરી દર્દીનો જીવ બચાવી શકાય છે.
સુધારા-વધારા સાથે V.S હોસ્પિટલનું 201.6 કરોડનું બજેટ પાસ થયું - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાડીલાલ સારાભાઈ હોસ્પિટલનું વર્ષ 2020નું 200 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સુધારા-વધારા કરીને 201.6 કરોડનું બજેટ મંગળવારે રજૂ કરવામાં આવ્યું છે. જેમાં નવુ ઈકોમશીન અને સોનોગ્રાફી મશીન વસાવવા માટે 50 લાખ રુપિયા ફાળવવામાં આવ્યાં છે.

હોસ્પિટલના હેરિટેજ મકાનોનું રિટર્ન ફીટિંગ અને સમારકામ માટે રૂપિયા 702 લાખ ફાળવવામાં આવ્યાં છે. શેઠ વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલનું હેરિટેજ મકાન આશરે 80 વર્ષ જૂનું છે. હાલમાં આ હેરિટેજ બિલ્ડિંગમાં વોર્ડ નંબર 1 થી 6 કાર્યરત છે. આ મકાનનું આયુષ્ય લંબાય તે માટે તેમાં સમગ્ર બિલ્ડિંગમાં જરૂરી રીપેરીંગ અને રિનોવેશન કરવું જરૂરી છે. જેમાં અનેક કામગીરી હાથ ધરવામાં આવશે. સ્ટ્રક્ચર ફીટિંગ તથા ચણતરનું વોલ સ્ટ્રેટનીંગ, RCC સ્લેબ, નવી લિફ્ટની ઈન્સ્ટોલેશન કામગીરી, રીપેરીંગ અને ટ્રેનિંગ કામ, છતની રીપેરિંગની કામગીરી વેન્ટિલેશનનું રીપેરીંગ સમગ્ર બિલ્ડિંગના ચણતરને જોઈનિંગ અને પોઈન્ટની કામગીરી થશે.
અદ્યતન સિટી સ્કેન મશીન તથા અન્ય અદ્યતન ડીટેલ સાધન વસાવવા માટે પણ અંદાજપત્રમાં 6 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમ જ એસ્ટાબ્લિશમેન્ટ તથા નોન સ્ટોપ ખર્ચમાં ઘટાડો કરવામાં આવ્યો છે.