ગુજરાત

gujarat

ETV Bharat / state

વી.એસ હોસ્પીટલની ઘોર બેદરકારી, બે યુવતીઓના મૃતદેહ બદલાતા થયો હોબાળો - body

અમદાવાદ: અમદાવાદના બાવળા તાલુકામાં ગત બે દિવસ પહેલા એક તરફી પ્રેમમાં જાહેર બજારમાં યુવતીની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ મૃતક મિત્તલ જાદવની મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વી.એસ હોસ્પીટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યારે ગઇકાલે અન્ય એક ગર્ભવતી સ્ત્રીની પ્રસુતિ થાય તે પહેલા જ મહિલાનું મોત નિપજ્યું હતું. જેથી બે મહિલાઓની મૃતદેહનું એક પછી એક પોસમોર્ટમ કરવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે મૃતદેહ પરત આપતી સમયે હોસ્પીટલના સ્ટાફ દ્વારા મૃતદેહ બદલાઈ ગયો હતો.

વીએસ હોસ્પીટલની ઘોરબેદરકારી

By

Published : May 10, 2019, 5:36 PM IST

Updated : May 10, 2019, 11:58 PM IST

ગર્ભવતી મુસ્લિમ મહિલાની મૃતદેહ બાવળાના મિત્તલ જાદવના પરિવારને સોંપવામાં આવી હતી. જેમાં મિત્તલના પરિવારજનોએ મૃતદેહને દફનાઇ દીધો હતો, પરંતુ મુસ્લિમ પરિવાર નસરીન શેખનો મૃતદેહ લેવા પહેંચ્યા ત્યારે નશરીનનો મૃતદેબ હોસ્પીટલમાં ન હતો. ત્યાર બાદ સામે આવ્યું કે, હોસ્પિટલની ભુલથી નશરીનનો મૃતદેહ બાવળા ખાતેના જાદવ પરિવારને સોંપવામાં આવ્યો હતો. જેને લઇને નસરીનના પરીવારજનોએ હોસ્પીટલમાં હોબાળો મચાવ્યો હતો.

વી.એસ હોસ્પીટલની ઘોર બેદરકારી

બાવળામાં હત્યાનો બનાવ બન્યો હતો, જેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ બાદ હોસ્પીટલમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે મિત્તલનો પરિવાર મિત્તલનો મૃતદેહ લેવા આવ્યો ત્યારે હોસ્પિટલ તંત્રએ મિત્તલની જગ્યાએ નસરીનનો મૃતદેહ આપ્યો હતો. જેને લઇને આજે જાદવ પરીવારે વહેલી સવારે અંતિમ વિધી પણ કરી નાખી હતી, પરંતુ નસરીનનો મૃતદેહ જાદવ પરીવારે દફનાઇ દીધો હોવાથી ફરીથી તેને કાઢવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જેને લઇને એલિસબ્રિજ પોલીસે બાવળા પોલીસને જાણ કરી બાવળા પોલીસે જાદવ પરીવારનો સંપર્ક કર્યો હતો. જેનો મૃતદેહ કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જ્યારે બીજી બાજુ વી.એસ. હોસ્પીટલ ખાતે નસરીનના મૃતદેહને લેવા આવેલા પરીવારજનોએ હોસ્પીટલમાં હોબાળો મચાવ્યો હતો. આ સમગ્ર ઘટના મામલે પરીવારજનોએ હોસ્પિટલ પર આક્ષેપ કર્યા હતા કે હોસ્પિટલની બેદરકારીના કારણે આવી ઘટના થઇ છે. જ્યારે નસરીનનો મૃતદેહ કર્ણાટક મોકલવાનો હતો.

આ ઘટના બાબતે વી.એસ. હોસ્પિટલના સુપ્રિટેડેન્ટ મનિષ પટેલે જણાવ્યુ હતુ કે આ ઘટનામાં હોસ્પિટલની કોઇ ભુલ નથી, પરંતુ વોર્ડબોયના ભુલના કારણે મૃતદેહ આપી દીધો હતો. પરંતુ આ સમગ્ર મામલો શાંત થશે ત્યારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે કોર્પોરેશના વિપક્ષના નેતા દિનેશ શર્માએ આ મામલે જણાવ્યું હતુ કે વી.એસ. હોસ્પિટલમાં આવી અનેક વખત ભુલો કરવામાં આવી છે. પરંતુ તંત્ર દ્વારા કોઇ જ પગલા ભરવામાં આવતા નથી.

મૃતદેહના બદલાવવાની ઘટનાના પગલે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુ હતુ કે ભાજપના રાજમાં કોઇ સલામત નથી. વી.એસ હોસ્પીટલના કોલ્ડ સ્ટોરેડમાંથી મૃતદેહ ગાયબ થાય તે દુ:ખની વાત કહેવાય, ચાવડાએ જવાબદાર સામે કડક પગલા લઇને સખત કાર્યવાહી કરવાની પણ માગ કરી છે.

આ સમગ્ર ધટના બાદ મૃતક નસરીનબાનુનો મૃતદેહને બહાર કાઢી હિન્દૂ પરિવાર દ્વારા વી.એસ.હોસ્પિટલ ખાતે લઇ આવવામાં આવ્યો હતો.

Last Updated : May 10, 2019, 11:58 PM IST

ABOUT THE AUTHOR

...view details