ગુજરાત

gujarat

ETV Bharat / state

બહુચર્ચિત વૃષ્ટિ અને શિવમના ગુમ થવાનો કેસઃ 'ઉત્તર પ્રદેશથી બંનેની ભાળ મળી' - સોહા અલી ખાનના ટ્વિટ બાદ વૃષ્ટિના ગુમ થવા બાબતે ખૂબ હોબાળો

અમદાવાદ: નવરંગપુરા પોલિસ ક્રાઇમબ્રાંચ દ્વારા 7 તારીખે લોકેશન મેળવીને વૃષ્ટી અને શિવમને કુલ્લુના કાસોલમાંથી બંનેને 10 તારીખના રોજ અમદાવાદ લાવવામાં આવ્યા હતા. જાણકારી અનુસાર બંને પાતાની મરજીથી ઘરબહાર નીકળ્યા હતા તેમજ કોઇ અપરાધિક ગુનો કરાયો નથી

ahemdabad

By

Published : Oct 11, 2019, 3:51 PM IST

Updated : Oct 11, 2019, 5:14 PM IST

બંનેના પરિવારના લોકો વૃષ્ટી અને શિવમને લઇને ચિંતામાં હતા, જેથી તેમને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બંનેને શોધવામાં સ્થાનિક પોલિસએ પણ સહકાર આપ્યો હતો. પોલિસે જણાવ્યા પ્રમાણે વૃષ્ટી અને શિવમ કાસોલમાં પેઇન્ટીંગ બનાવીને પૈસા કમાતા હતા તેમજ ત્યાંના ગુરૂદ્વારાના લંગરમાં જમતા હતા.

વૃષ્ટિ અને શિવમને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પરત લાવી,એરપોર્ટ બંનેના પરિવારે હર્ષભેર આવકાર્યા

ચંદીગઢથી બંનેને લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમ અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી, જ્યાં બંનેના વાલીઓએ બંનેને આવકાર્યા હતા. એરપોર્ટથી બંનેને ક્રાઈમ બ્રાન્ચ ટીમ અમદાવાદ લઈ ગઈ હતી.બોલીવુડ અભિનેત્રી સોહા અલી ખાનના ટ્વિટ બાદ વૃષ્ટિના ગુમ થવા બાબતે ખૂબ હોબાળો મચ્યો હતો. તેના લોકેશન પણ અલગ-અલગ જગ્યાએથી મળવાની વિગતોને લીધે મુશ્કેલી ઉભી થઇ હતી. આ કેસમાં એક મેલ મળ્યા બાદ પોલીસે લોકેશનના આધારે બંનેને ઉત્તર ભારતમાંથી શોધી કાઢ્યા હતા.પોલીસે બંનેને લઈને અમદવાદ એરપોર્ટ પહોંચી હતી, જ્યાં બંનેના પરિવારે બંનેને હર્ષભેર આવકાર્યા હતા.

Last Updated : Oct 11, 2019, 5:14 PM IST

ABOUT THE AUTHOR

...view details