ત્રીજા રાઉન્ડમાં અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી઼ ભાજપના કિરીટ સોલંકીને 116873 જ્યારે કોંગ્રેસના રાજુ પરમારને 54668 મત મળ્યા છે. બંને વચ્ચેની લીડ 60 હજાર જેટલી છે. ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપ હાલ આગળ દેખાઈ છે. આ અંગે કિરીટ સોલંકીએ જણાવ્યું કે, લોકોએ વડાપ્રધાન મોદીના કામકાજમાં વિશ્વાસ રાખ્યો છે. જે આતંકવાદ વિરુદ્ધ આકરા પગલા લેવામાં આવ્યા છે તેનો સહયોગ પણ મળ્યો છે.
મોદીને એન્ટી ઇન્કમ્બન્સી નડી નહિ, ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપ આગળ - Bhajap
અમદાવાદઃ લોકસભા ચૂંટણીના પરિણામમાં ભાજપને શરૂઆતી ટ્રેન્ડમાં બહુમત મળતી હોય તેવું જોવા મળી રહ્યું છે. અમદાવાદ પશ્ચિમ બેઠકમાં પણ આજ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્રીજા રાઉન્ડના અંતે ભાજપના કિરીટ સોલંકી આશરે 60 હજાર જેટલા મતથી આગળ હોવાનું સામે આવ્યું છે.
મોદીને એન્ટી ઇન્કમ્બન્સી નડી નહિ, ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપ આગળ
કોંગ્રેસના મોટા નેતા અને ફિલ્મ સેલિબ્રિટી હાલ પાછળ દેખાઈ રહ્યા છે અને ભાજપ બહુમત તરફ આગળ વધી રહી છે. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે NDAને 333, UPAને 101 અને અન્ય 108 બેઠકો પર આગળ છે.