અમદાવાદરાજ્યમાં ગુરૂવારે વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) માટે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ફરી ચૂંટણી પ્રચારની કમાન સંભાળી હતી. તેમણે ચૂંટણી પહેલા ઝંઝાવતી પ્રચાર કર્યો હતો. જોકે તેમણે પ્રથમ તબક્કા પહેલા જ્યાં જ્યાં સભાઓ ગજવી હતી. ત્યાં જ ઓછું મતદાન (vote turnout low where PM Modi Public meetings ) થયું હતું. અહીં વડાપ્રધાને રેકોર્ડબ્રેક મતદાન કરવાની અપીલ પણ કરી હતી, પરંતુ મતદારો પર તેની કોઈ જ અસર ન થઈ.
મતદાનની વિગત આ વખતે અમરેલીમાં (Low Voting in Amreli) 57.06 ટકા મતદાન થયું હતું. જ્યારે વર્ષ 2017માં અહીં 61.84 ટકા મતદાન થયું હતું. એટલે કે આ વખતે 4.78 ટકા મતદાન ઘટ્યું હતું. ભરૂચમાં 63.08 ટકા મતદાન થયું હતું. અહીં વર્ષ 2017માં 73.42 ટકા મતદાન થયું હતું. એટલે કે અહીં 10.3 ટકા ઓછું મતદાન થયું હતું. ભાવનગરમાં આ વખતે 57.81 ટકા મતદાન થયું હતું. જ્યારે અહીં વર્ષ 2017માં 62.18 ટકા મતદાન થયું એટલે કે 4.37 ટકા ઓછું મતદાન થયું હતું. બોટાદમાં આ વખતે 57.15 ટકા, વર્ષ 2017માં 62.74 ટકા મતદાન થયું હતું. ડાંગમાં આ વખતે 64.64 ટકા, વર્ષ 2017માં 73.81 ટકા મતદાન થયું હતું. દ્વારકામાં આ વખતે 59.11 ટકા, વર્ષ 2017માં 59.81 ટકા મતદાન થયું હતું. સોમનાથમાં આ વખતે 60.46 ટકા, વર્ષ 2017માં 69.26 ટકા મતદાન થયું હતું.
ક્યાં કેટલું મતદાન જામનગરમાં (Low turnout in Jamnagar) આ વખતે 56.09 ટકા, વર્ષ 2017માં 64.70 ટકા, જૂનાગઢમાં આ વખતે 56.95 ટકા, વર્ષ 2017માં 63.15 ટકા મતદાન થયું હતું. કચ્છમાં આ વખતે 55.54 ટકા, વર્ષ 2017માં 64.34 ટકા મતદાન થયું હતું. જ્યારે મોરબીમાં આ વખતે 67.65 ટકા, વર્ષ 2017માં 73.66 ટકા, નર્મદામાં આ વખતે 73.02 ટકા, વર્ષ 2017માં 80.67 ટકા મતદાન થયું હતું. જ્યારે નવસારીમાં 66.62 ટકા, વર્ષ 2017માં 73.98 ટકા, પોરબંદરમાં આ વખતે 53.84 ટકા, વર્ષ 2017માં 62.23 ટકા, રાજકોટમાં આ વખતે 57.68 ટકા, વર્ષ 2017મં 67.29 ટકા મતદાન થયું હતું.