વિશ્વ કક્ષાની ઈનોવેટિવ સ્માર્ટફોન બ્રાન્ડ VIVO એ પોતાની નવી S સિરીઝના પોર્ટફોલિયો હેઠળ અમદાવાદમાં વિવો S1 લોન્ચ કર્યો હતો. આ લોન્ચિંગ આ પ્રદેશમાં તેની આક્રમક વૃદ્ધિની વ્યૂહરચનાના ભાગરૂપે યોજાઈ હતી. S સિરીઝ કાયમ માટે કનેક્ટેડ સુંદર યુવાન ગ્રાહકો માટે નવીન ટેક્નોલોજી સાથે અદ્યતન સ્ટાઇલના મિશ્રણનું સાચું પ્રતિબિંબ છે. આ સિરીઝના સૌપ્રથમ ડિવાઈઝ S1 અતુલનીય કેમેરા કાર્યક્ષમતાઓ સાથે અદભુત ડિઝાઈન ધરાવે છે. વાઇબ્રન્ટ અને ટ્રેન્ડી ડિઝાઈનવાળું આ ડિવાઈઝ બે આકર્ષક કલર્સ જેમ કે સ્કાયલાઇન બ્લ્યુ અને ડાયમંડ બ્લેકમાં ઉપલબ્ધ રહેશે.
VIVOએ ગુજરાતમાં પોતાના પોર્ટફોલિયોને કર્યો મજબૂત, જાણો નવા લોન્ચ થયેલા VIVO S1 કઈ કિંમતમાં મળશે - new VIVO S1 at Rs 17,990
અમદાવાદઃ શહેરમાં VIVO સ્માર્ટફોને પોતાની S સીરીઝ પોર્ટફોલિયો હેઠળ vivo S1 લોન્ચ કર્યો હતો. લોન્ચિંગમાં ફોનની વિશેષતા તેની ડીઝાઈનને લઈ તમામ બાબતો વિશે જાણકારી આપી હતી.
VIVO ભારતીય સ્માર્ટફોન બજારમાં હાલમાં ૨૧.૨ ટાકા હિસ્સો ધરાવે છે. આ લોન્ચ પ્રસંગે વિવો ઇન્ડિયા બ્રાન્ડ સ્ટેટેજીના ડિરેક્ટર નિપુણ મારિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત અમારા અગત્યના પ્રાદેશિક બજારોમાંનું એક છે. અમે શ્રેષ્ઠ નવીનતા અને ટેક્નોલોજી સાથે માર્કેટમાં ગ્રાહકોને અતુલ્ય સ્માર્ટફોન અનુભવ પૂરો પાડવા શક્ષમ છીએ. વિવો S1 નવી S સિરીઝમાં પ્રથમ છે જે ભવ્ય કેમેરાની સાથે સ્ટાઇલ અને ઝાકમઝોળ અંશ પણ પ્રદાન કરે છે.
VIVO સી સ્માર્ટફોન બે વેરિયન્ટ્સ 4GB + 128GB અને 6GB + 64 GB માં આવે છે અને કિંમત અનુક્રમે રૂ.17990 અને રૂ.18990 રાખવામાં આવી છે.