અમદાવાદઃ સમગ્ર દેશ વિદેશમાં કોરોના વાયરસને લઈને એકતરફ ભય જોવા મળી રહ્યો છે તો બીજીતરફ ધંધો-રોજગાર ઠપ થઈ ચૂક્યાં છે, ત્યારે ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા શાળાકોલેજો અને મલ્ટીપ્લેક્સ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તે વચ્ચે અલગઅલગ યાત્રાધામો અને ઐતિહાસિક સ્થાનોના સંચાલકો દ્વારા પણ કોરોના વાઈરસને ધ્યાનમાં રાખી મુલાકાતીઓ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
ગાંધીઆશ્રમમાં મુલાકાતીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો - ગાંધી આશ્રમના ડિરેક્ટર
ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા શાળાકોલેજો અને મલ્ટીપ્લેક્સ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.અલગઅલગ યાત્રાધામો અને ઐતિહાસિક સ્થાનોના સંચાલકો દ્વારા પણ કોરોના વાઈરસને ધ્યાનમાં રાખી મુલાકાતીઓ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેમાં ગાંધીઆશ્રમ પણ મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યો છે.
ગાંધીઆશ્રમમાં મુલાકાતીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો
અમદાવાદના સાબરમતી નદીના તટ પાસે આવેલ ગાંધી આશ્રમમાં મુલાકાતીઓ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ગાંધી આશ્રમના ડિરેક્ટર અતુલ પંડ્યા જણાવ્યું તે રીતે વિશ્વ આરોગ્ય સંસ્થા who દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે ત્યારે તેને ફેલાતો રોકવા માટે થઈ અને નાગરિકોના આરોગ્યની સલામતી સુનિશ્ચિત કરવા માટે થઈ 19 માર્ચ એટલે કે આવતીકાલથી 29 માર્ચ સુધી મુલાકાતીઓ માટે પ્રવેશ દ્વાર બંધ રાખવામાં આવશે.
Last Updated : Mar 18, 2020, 9:24 PM IST