અમદાવાદ: વિસલ બ્લોવરને 10 હજાર રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે તેવી પણ માંગ જાહેરહિતની અરજી કરવામાં આવી છે. વિધાનસભામાં વિસલ બ્લોવર માટે અલગ બેઠક ફાળવવામાં આવે, RTI અધિનિયમ હેઠળ તેમને માહિતી આપવામાં આવે.
વિસલ બ્લોવરે Z+ સુરક્ષા મેળવવા હાઇકોર્ટમાં જાહેરહિતની કરી અરજી - HIGH COURT TO GET Z Pulse
વિસલ બ્લોવર માટે બજેટ ફાળવવામાં આવે અને તેમને SPG સુરક્ષા પુરી પાડવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. VVIPમાં વડાપ્રધાન, ગૃહ પ્રધાન સાહિના લોકોને મળતી SPG સુરક્ષા આપવામાં આવે એવી માંગ સાથે અરજી દાખલ કરાઈ હતી.
વિસલ બ્લોવરે SPG ને ઝેડ પલ્સ સુરક્ષા મેળવવા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી
સરકાર જેમ ગરીબોની મદદ કરે છે તેમ તેમને પણ જીવન જરૂરિયાતની વસ્તુઓની કીટ આપવામાં આવે. કોરોના ટાણે ગરીબોની મદદ કરવા માટે ઘરે ઘરે જવાની DGP મંજૂરી આપે તેવી પણ રજૂઆત જાહેરહિતની અરજીમાં કરાઈ હતી.
અરજદાર તરફે દાખલ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, અમદાવાદ હેરિટેજ સિટી છે અને તેના રક્ષણ માટે તેઓ કામ કરે છે અને બદલામાં કેટલાક માફિયા તેમને વારંવાર ધમકી આપે છે અને માટે SPG અથવા Z+ સુરક્ષા આપવામાં આવે.