અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ ગુજરાતના નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ ટેકનોસેવી માનવામાં આવે છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં તેમણે સોશિયલ મીડિયાના વધુ ઉપયોગ થકી પોતાનો પ્રચાર કર્યો અને રેકોર્ડ મતોથી જીત્યા.
ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં ભાજપની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ - Gujarat Pradesh President CR Patil
26 જુલાઈના રોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તથા રાષ્ટ્રીય સહ-સંગઠન મહામંત્રી વી.સતીશ અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાની વિશેષ ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત ભાજપાના તમામ સાંસદો,ધારાસભ્યો તથા પ્રદેશ હોદેદારો સાથે આઈ.ટી.અને સોશિયલ મીડિયાના સંદર્ભમાં વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી.જેમાં કેન્દ્રીયમંત્રી પરશોતમ રૂપાલા તેમજ પૂર્વપ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ જોડાયા હતા.
આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તેમનાં વક્તવ્યમાં સોશિયલ મીડિયાના માધ્યમથી કેવી રીતે અસરકારક કામગીરીઓ થઇ શકે તે બાબતે વિશેષ છણાવટ કરી પોતાના અનુભવો પણ વર્ણવ્યાં હતા.
બેઠકની શરૂઆતમાં ભાજપ આઈ.ટી.અને સોશિયલ મીડિયા વિભાગના પ્રદેશ ઇન્ચાર્જ પંકજ શુક્લાએ પ્રેઝન્ટેશન દ્વારા સોશિયલ મીડિયાના વધુ અસરકારક ઉપયોગ વિષે જાણકારી આપી હતી.
ચૂંટણીઓ નજીક આવતા જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સોશિયલ મીડિયા પર યુદ્ધ શરૂ થઈ જાય છે.ત્યારે હંમેશાં ભાજપ નરેન્દ્ર મોદીના સમયથી જ સોશિયલ મીડિયામાં વધુ પાવરફુલ સાબિત થયું છે.પરંતુ ગુજરાત ભાજપના આઈ.ટી સેલ દ્વારા એક વર્ગ અને ભૂતપૂર્વ સ્વં.વડાપ્રધાન પર અવારનવાર અયોગ્ય ટિપ્પણીઓ થતી રહે છે. તેની ઉપર નવા પ્રદેશ અધ્યક્ષ લગામ લગાવે છે કે નહીં તે જોવું રહેશે.