અમદાવાદ: અમદાવાદના સી.જી રોડ પર વીરેન્દ્ર સહેવાગ નામના સ્ટોરનું ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં ક્રિકેટને લગતી તમામ સ્પોર્ટની વસ્તુઓ વેચાણ માટે મુકવામાં આવી હતી. સ્ટોરના ઉદ્ઘાટન બાદ વીરેન્દ્ર સહેવાગે જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાનો કહેર છે, પરંતુ ગુજરાતમાં એક પણ પોઝિટીવ કેસ નથી. જેથી આજે અમદાવાદમાં સ્ટોરના ઉદ્ઘાટન માટે આવ્યો છું.
સહેવાગે અમદાવાદને કોરોનાથી સુરક્ષિત ગણાવ્યું, VS સ્ટોરનું કર્યું ઉદ્ઘાટન
અમદાવાદ: દેશભરમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે અમદાવાદને સલામત અને સુરક્ષિત ગણાવતાં અમદાવાદમાં તેમના જ નામના સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું હતું. અમદાવાદમાં વીરેન્દ્ર સહેવાગના નામનો પ્રથમ સ્ટોર બનાવામાં આવ્યો છે.
વીરેન્દ્ર સેહવાગે અમદાવાદને કોરોનાથી સુરક્ષિત ગણાવી વીએસ સ્ટોરનો શુભારંભ કર્યો
સહેવાગ કહ્યું કે, તેમના નામનો પ્રથમ સ્ટોર જ બનાવવામાં આવ્યો છે. જે તેમના માટે બહુ મોટી વાત છે. અમદાવાદીઓનો પ્રેમ તેમને હંમેશાથી મળ્યો છે. મોટેરા સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. હવે દૂર દૂરથી મોટી સંખ્યામાં લોકો મેચ જોવા આવશે. અમદાવાદમાં કોરોના વાયરસની અસર નથી, તો અમદાવાદમાં આગામી મેચ રમાઈ શકે તેવી પણ શક્યતા છે.
Last Updated : Mar 17, 2020, 3:51 PM IST