- સ્કૂલ ઓફ ડિવોશન ખાતે વાલીઓનો હોબાળો
- સ્કૂલમાં નવું સત્ર ચાલુ થયું તેના વહીવટી ખર્ચ તથા પરીક્ષા ખર્ચને અનુસંધાને 2500 જમા કરાવવા
- રૂ. 2500 જમા નહીં કરાવે તો તેઓને પરીક્ષાલક્ષી સાહિત્ય આપવામાં આવશે નહીં
- સ્કૂલ ચાલુ નથી તો વહીવટી ખર્ચ શા માટે માગવામાં આવે છે
- સ્કૂલ ઓફ ડિવોશનમાં 1300 કરતાં પણ વધુ વિદ્યાર્થી અભ્યાસ કરે છે
વિરમગામઃ પાટડીની સ્કૂલ ઓફ ડિવોશન દ્વારા વાલીઓ પાસેથી રૂ. 2500 ફી માગતા વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. જોકે વાલીઓના વિરોધ બાદ શાળાએ આ નિર્ણય પરત લીધો છે. કારણ કે હાલમાં કોરોના મહામારીના કારણે મોટા ભાગના તમામ વાલીઓની આર્થિક સ્થિતિ કફોડી બની છે. જોકે, હાલમાં બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, પાટડી જીન રોડ ઉપર આવેલી સ્કૂલ ઓફ ડિવોશનમાં 1300 કરતા પણ વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે સ્કૂલ ઓફ ડિવોશન દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવામાં આવે છે, પરંતુ વાલીઓને જણાવ્યું છે કે, સરકાર દ્વારા આવતી ઓનલાઈન શિક્ષણની લિન્ક મોકલી અને વિદ્યાર્થીઓને લિંક ખોલી શિક્ષણ મેળવવાનું કહેવામાં આવતું હતું.