અમદાવાદઃ જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે વિરમગામ અને માંડલ તાલુકામાં કૃષિ પાકોને ભારે નુકશાન થયું છે અને ખેડૂતોને મોટુ આર્થિક નુકશાન થયું છે. અત્યારે ખેડૂતની હાલત કફોડી છે, ત્યારે વિરમગામ અને માંડલના ખેડૂતોને પડ્યા પર પાટું જેવી હાલત છે. કારણ કે અસરગ્રસ્ત વિસ્તારમાં વિરમગામ અને માંડલ તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ નથી. તેના અનુસંધાનમાં વિરમગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરમગામ અને માંડલ તાલુકાનો અતિવૃષ્ટ્રિની સહાયમાં સમાવેશ કરવામાં આવે અને ખેડૂતોને પાક સહાય મળે તેવી રજૂઆત સાથે વિરમગામ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
અતિવૃષ્ટિની સહાયમાં વિરમગામ અને માંડલને સહાય આપવા વિરમગામ તાલુકા કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર પાઠવ્યું
આ વર્ષે ચોમાસાની સિઝનમાં સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે, જેના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે. ખેડૂતોના ઉભા પાક નાશ થયા છે.
અતિવૃષ્ટિની સહાયમાં વિરમગામ અને માંડલને સહાય આપવા વિરમગામ તાલુકા કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર પાઠવ્યું
અમદાવાદ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી દેવેન્દ્રસિંહ સિંધવ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે 10થી 15 દિવસમાં સહાય પેકેજમાં વિરમગામ અને માંડલ તાલુકાનો સમાવેશ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.