ગુજરાત

gujarat

ETV Bharat / state

વિરમગામનું ઐતિહાસિક મુનસર તળાવ 1,111 દીપથી ઝગમગી ઉઠ્યું - બાબરા ભૂત

અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં આવેલા ઐતિહાસિક મુનસર તળાવ ફરતે 1111 દીવડાઓથી મુનસર તળાવ ઝળહળી ઉઠ્યું હતું. આ દીપ પ્રગટાવવાનું કામ મુનસરના વડલાવાળા મેલડી મા મંદિર યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.

મુનસર તળાવ
મુનસર તળાવ

By

Published : Dec 1, 2020, 3:24 AM IST

  • દેવ દિવાળીના પાવન દિવસે મુનસર તળાવ ફરતે 1,111 દીપ પ્રગટાવવામાં આવ્યા
  • ઐતિહાસિક તળાવ રોશનીથી ઝળહળી ઊઠ્યું.
  • મુનસરના વડલાવાળા મેલડી માતા યુવક મંડળ દ્વારા દીપ પ્રગટાવવામાં આવ્યા

અમદાવાદ : વિરમગામ શહેરની આન-બાન-શાન સમુ શહેરના પશ્ચિમ ભાગમાં આવેલુ સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવીએ ઐતિહાસિક મુનસર તળાવ બંધાવ્યું છે. લોકવાયકા મુજબ આ તળાવ એક જ રાતમાં બાબરા ભૂત પાસે બંધાવવામાં આવ્યું હતું. આ તળાવને જોવાલાયક સ્થળ તરીકે પર્યટન સ્થળ તરીકે પુરાતત્વ ખાતા દ્વારા રક્ષિત સ્મારકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

વિરમગામનું ઐતિહાસિક મુનસર તળાવ 1,111 દીપથી ઝગમગી ઉઠ્યું

વાતાવરણ અહલાદક બની ગયું

ઐતિહાસિક મુનસર તળાવ ફરતે શ્રી મુનસરના વડલાવાળા મેલડી માતા યુવક મંડળ દ્વારા દેવ દિવાળીના પાવન દિવસે 1,111 દીવાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. મુનસરના વડલાવાળા મેલડી માતાના મંદિરને પણ રોશનીથી શણગારવામાં આવ્યું હતું. મુનસર તળાવને 1,111 દીવડાઓની દિપમાળા નિહાળવા શહેરજનો ઉમટી પડ્યા હતા. લોકોએ ઝળહળતા મુનસર તળાવની તસ્વીરો મોબાઇલમાં લીધી હતી. દેવ દિવાળીના દિવસે મોડી સાંજે મુનસર તળાવ ફરતે દીવાઓથી પ્રજ્વલિત થતા સમગ્ર વાતાવરણ અહલાદક બની ગયું હતું.

ABOUT THE AUTHOR

...view details