ગુજરાત

gujarat

ETV Bharat / state

વિરમગામ નગરપાલિકામાં તોડફોડ કરનારા બે પાલિકા સદસ્યને બરતરફ કરાયા - Viramgam Municipality

વિરમગામમાં નવનિર્મિત અટલબિહારી બાજપાઈ ભવનમાં તોડફોડ કરીને નગરપાલિકાની મિલકતને રૂપિયા 3.50 લાખ જેટલું નુકસાન કરનારા સભ્યને વિરમગામ નગરપાલિકાના સભ્યપદેથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

વિરમગામ નગરપાલીકામાં તોડફોડ કરનારા બે નગરપાલિકા સદસ્યને બરતરફ કરાયા
વિરમગામ નગરપાલીકામાં તોડફોડ કરનારા બે નગરપાલિકા સદસ્યને બરતરફ કરાયા

By

Published : Nov 10, 2020, 1:11 PM IST

  • વિરમગામ નગરપાલિકામાં તોડફોડ કરનારા સદસ્યો વિરુદ્ધ કરાઈ કાર્યવાહી
  • પાલિકાના બે સદસ્યને બરતરફ કરાયા
  • નગરપાલિકાની મિલકતની રૂપિયા 3.50 લાખ જેટલું નુકસાન પહોંચાડ્યું હતું

અમદાવાદઃ જિલ્લાના વિરમગામ નગરપાલિકામાં વોર્ડમાંથી ટોળું લઈને આવી તારિખ 25/05/2018 ના રોજ નગરપાલિકાના નવનિર્મિત ભવનમાં તોડફોડ કરી નગરપાલિકાની મિલકતને રૂપિયા 3.50 લાખનું નુકસાન કરીને સભ્ય તરીકે ગેર વર્તન કરનાર વિરુદ્ધ પગલા લેવા ચીફ ઓફિસર વિરમગામ દ્વારા કમિશ્નર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન ગાંધીનગરની કોર્ટમાં કાર્યવાહી બાબતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

સદસ્યોને બરતરફ કરાતા સ્થાનિક રાજકારણ ગરમાયું

નગરપાલિકાના કોંગ્રેસના બે સદસ્યોને બરતરફ કરાતા અને નજીકના સમયમાં નગરપાલિકાની ચૂંટણીઓ પણ આવી રહી હોવાથી સ્થાનિક રાજકારણ ગરમાયું હતું. રાજ્યના મ્યુનિસિપાલટી એડમિનિસ્ટ્રેશનના કમિશ્નર દ્વારા વિરમગામ નગરપાલિકાના જીલાણીમીયા કાસમમિયા સૈયદ અને મહેબુબ રસુલ ઉર્ફે ઈકબાલ રસુલ નામના સભ્યોએ ગેરવર્તણૂક આચરેલું હોવાથી નગરપાલિકાના સભ્ય પદેથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details