ગુજરાત

gujarat

ETV Bharat / state

વિરમગામ વેપારી મંડળ અને અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર

ગોલવાડી દરવાજાથી ટાવર સુધીનો રોડ બનાવવા વિરમગામ વેપારી મંડળ અને અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને રૂબરૂ મળીને રજૂઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

viramgam
શ્રી વિરમગામ વેપારી મંડળ અને અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

By

Published : Oct 15, 2020, 11:17 AM IST

અમદાવાદ: વિરમગામની હાલત કફોડી છે, જ્યાં જુઓ ત્યાં ગામમાં રોડ બિસ્માર હાલતમાં જોવા મળે છે. આથી વિરમગામ વેપારી મંડળ અને અખંડ રાષ્ટ્રીય સેના દ્વારા વિરમગામ નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ગોલવાડી દરવાજાથી ટાવર સુધીનો રસ્તો બહુ જ ખરાબ છે. દિવસ દરમિયાન ધૂળ અને ધૂળના રજકણો ઉડવાથી વારંવાર ઉધરસ અને શરદી જેવા ઇન્ફેક્શન લાગે છે. આ અગાઉ બાર મહિના પહેલા અરજી આપેલી હતી. બીજી અરજી તા.10 ઓગસ્ટ 2020ના રોજ વેપારી એસોસિયેશન દ્વારા કરવામાં આવી હતી. આ વેપારીઓએ અવાર નવાર રજૂઆત કરી છે. ત્યારે વેપારીની રજૂઆતને નગરપાલિકાના સત્તાધીશો આંખ આડા કાન કરે છે.

આ વેપારીઓએ નગરપાલિકા ચીફ ઓફિસરને જે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી તેની નકલ એસ.ડી.એમ,વિરમગામ મામલતદાર,વિરમગામ ધારાસભ્ય,વિરમગામ સાંસદ વિરમગામને પણ મોકલી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, આ વેપારીની રજૂઆત કોણ સાંભળે છે. શ્રી વિરમગામ વેપારી મંડળ દ્વારા પત્રમાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, આ પ્રશ્નનું નિરાકરણ 10 દિવસમાં નહીં આવે તો દરેક વેપારી મિત્રો સાથે રાખીને ગાંધીજી ચિંધ્યા માર્ગે ધરણા પ્રદર્શન કરશું.

ABOUT THE AUTHOR

...view details