અમદાવાદ:ગુજરાત વિધાનસભા ચૂંટણીને(gujarat legislative assembly 2022) હવે ગણતરીના દિવસો જ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં રાજકીયગતિવિધિઓ તેજ બની છે. દરેક પક્ષ દ્વારા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. ચૂંટણીને લઈને પ્રચાર-પ્રસાર પણ જોરો-શોરોમાં ચાલી રહ્યો છે. ભાજપે વિરમગામ વિધાનસભાથી(viramgam legislative assembly) હાર્દિક પટેલને મેદાને ઉતાર્યા છે. હાર્દિક પટેલે કોંગ્રેસ પર નિશાન તાકતાં કહ્યું કે ગુજરાતની જનતા ક્યારેય કોંગ્રેસને સ્વીકારશે નહિ.
બહુમતી સાથે ભાજપ બનાવશે સરકાર: ભાજપે વિરમગામથી પાટીદાર નેતા હાર્દિક પટેલને મેદાને ઉતાર્યા છે. જે મુદ્દે તેમણે જણાવ્યું હતું કે "ભાજપે મને જે જવાબદારી સોંપી છે તેને નિભાવવાનું કામ કરીશ. તમામને સાથે લઈને વિરમગામ બેઠક પરથી ચૂંટણી જીતવાના પ્રયાસો કરવામાં આવશે. કોંગ્રેસ ભલે 10 વર્ષથી આ બેઠક પર કબજો જમાવી રહી હોય પરંતુ આ મારો જન્મ, કામ અને માતૃભૂમિ છે અને અહીંના લોકો અમને સ્વીકારશે. ભાજપ 2022ની વિધાનસભા ચૂંટણીમાં 150 થી વધુ બેઠકો સાથે બહુમતી સાથે સરકાર રચવા જઈ રહી છે. આમાં અમે અમારું યોગદાન આપવા આવ્યા છીએ."