ગુજરાત

gujarat

અમદાવાદ જિલ્લાના બાવળા, શિયાળ અને ગાંગડ ગામને સેનેટાઈઝ કરાયા

By

Published : Apr 10, 2020, 9:56 PM IST

ગુજરાતમાં કોરોના વાઈરસનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અમદાવાદમાં કોરોનાના 197 કેસ પૉઝિટિવ આવ્યા છે. આજે અમદાવાદ જિલ્લાના કેટલાક ગામોમાં ચેપ ફેલાયો છે. જેથી જિલ્લાનું આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના ફેલાય નહી તે માટે આજે ત્રણ ગામોને સેનેટાઈઝ કરાયા છે.

villages ahmedabad are sanitized
અમદાવાદ જિલ્લાના બાવળા, શિયાળ અને ગાંગડ ગામને સેનેટાઈઝ કરાયા

અમદાવાદ : કોવિડ-19નું સંક્રમણ વધતું અટકાવવા અમદાવાદ જિલ્લા પંચાયતના આરોગ્ય તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરાઇ છે. અમદાવાદ જિલ્લાના બાવળા, શિયાળ અને ગાંગડ એમ ત્રણ ગામોને સંપૂર્ણ પણે સેનિટાઇઝ કરવામાં આવ્યા છે.

જિલ્લા વિકાસ અધિકારી મહેશ બાબુ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ નરેન્દ્રસિંહરાઠોડ અને તેમની ટીમ દ્વારા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં આરોગ્ય વિષયક પગલાં લેવાઇ રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details