ગુજરાત

gujarat

ETV Bharat / state

વિક્રમનાથ બનશે ગુજરાત હાઈકૉર્ટના નવા ચીફ જસ્ટિસ - ગુજરાત હાઈકૉર્ટ

અમદાવાદઃ ગુજરાત હાઈકૉર્ટના નવા ચીફ જસ્ટિટસ તરીકે વિક્રમ નાથની નિમણૂંક કરાઈ છે. લાંબા સમયથી આ પદ ખાલી પડ્યું હતુ.

vikramnath

By

Published : Sep 9, 2019, 11:44 AM IST

કેન્દ્ર સરકારે જસ્ટિસ વિક્રમ નાથને ગુજરાત હાઈકૉર્ટના ચીફ જસ્ટિસ બનાવ્યા હોવાનું જણાવ્યું છે. સિનિયર બેચે 22 ઑગસ્ટથી જસ્ટિસ વિક્રમનાથનું નામ ગુજરાત હાઈકૉર્ટના ચીફ જસ્ટિસ પદ માટે સૂચવ્યું હતુ. તે પાછળ જસ્ટિસ વિક્રમનાથ આંધ્રપ્રદેશ હાઈકૉર્ટના પ્રથમ ચીફ જસ્ટિસ બન્યા હતા.

લાંબા સમયથી અલ્હાબાદ હાઈકૉર્ટમાં સેવા આપી રહેલા જસ્ટિસ વિક્રમ નાથે 1986માં કાયદાની ડીગ્રી મેળવી હતી. તેઓએ અલ્હાબાદ હાઈકૉર્ટમાં જ પ્રેક્ટિસ કરી હતી. 2004માં તેમને અલ્હાબાદ હાઈકૉર્ટના એડિશનલ ન્યાયાધીશ તરીકે નિમણૂંક મળી, પરંતુ 2006માં તેમણે અલ્હાબાદ હાઈકૉર્ટમાં જ પ્રમોશન મળી ગયુ. જ્યાં તેમને સ્થાયી રૂપે ન્યાયાધીશ બનાવાયા હતા. જ્યાં અત્યાર સુધી સેવા આપતાં હતા.

ABOUT THE AUTHOR

...view details