ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે CM રૂપાણીએ લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

અમદાવાદ: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિક્રમ સંવત 2076ના પ્રથમ દિવસે સવારે 8 વાગ્યે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કર્યા હતા. જે બાદ સવારે 9 વાગ્યે રાજ્યપાલને રાજભવન ખાતે મળીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

CM

By

Published : Oct 28, 2019, 3:13 PM IST

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 10: 30 થી 11: 30 વાગ્યા સુધી અમદાવાદમાં એનેક્ષી સરકિટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓની આપી હતી. લોકોએ પણ CMને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

નવા વર્ષ નિમિતે વર્ષ CM વિજય રૂપાણીએ ગુજરાતના નાગરિકો અને દેશ-વિદેશમાં વસતા ગુજરાતી પરિવારોને દિપાવલી પર્વ અને વિક્રમ સંવતના નૂતનવર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. CMએ આ ઉમંગ પર્વની શુભકામનાઓ આપતા જણાવ્યું હતું કે, આ પર્વ-ઉત્સવ-તહેવાર ઉમંગ ઉલ્લાસ સાથે નવી તાજગી-નૂતન ચેતનાનો સમાજ જીવનમાં સંચાર કરતા હોય છે.

CM રૂપાણીએ લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

દિવાળીનું પર્વ તો અંધકારથી પ્રકાશ-ઊજાસ તરફનું પ્રયાણ પર્વ છે. ગુજરાતના સૌ નાગરિકોને દિપાવલી પર્વ અને નૂતન વર્ષની તેમના અને તેમના મંત્રીમંડળ તરફથી અનેક-અનેક શુભેચ્છાઓ પાઠવતા મુખ્યપ્રધાને કહ્યું કે, ગુજરાતીઓ માટે તો દિવાળીનું આ પ્રકાશ પર્વ અને તે પછીના દિવસે શરૂ થતું વિક્રમ સંવતનું નૂતન વર્ષ નવા સંકલ્પો-વિકાસપથ પર ગતિ-પ્રગતિના નિર્ધારનું પર્વ છે. વિક્રમ સંવતના આ નૂતન વર્ષે ગુજરાતના ખૂણે-ખૂણે વિકાસના અજવાળા કરવાનો સંકલ્પ જનસહયોગ, રાજકીય ઇચ્છાશકિત અને સાતત્યપૂર્ણ પ્રશાસનની ત્રિવેણીથી આપણે સૌ કરીયે અને ‘‘સૌના સાથ સૌના વિકાસ’’ના મંત્રને આત્મસાત કરી આ નૂતન વર્ષે દરિદ્રનારાયણ, ગરીબ-વંચિત-છેવાડાના માનવી સહિત સમાજ સમસ્તના દશે દિશાના વિકાસ માટે સાથે મળી પ્રતિબધ્ધ બનીયે એવી પ્રાથના વ્યક્ત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details