ગુજરાત

gujarat

ETV Bharat / state

વિશ્વ યોગ દિવસ:CM રુપાણીએ કરી જાહેરાત, ગુજરાતમાં યોગ બોર્ડ - Ahmedabad

અમદાવાદ: વિશ્વભરમાં પાંચમાં વર્લ્ડ યોગ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી અને રાજ્યપાલ ઓ. પી. કોહલી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

વિશ્વ યોગ દિવસ નિમિત્તે મુખ્યપ્રધાને કરી મોટી જાહેરાત, ગુજરાતમાં પ્રચાર પ્રસાર માટે બનશે યોગ બોર્ડ

By

Published : Jun 21, 2019, 1:25 PM IST

વહેલી સવારે 6 વાગ્યે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી તથા રાજ્યપાલ ઓ.પી. કોહલી મેયર બીજલ પટેલ તથા કલેકટર, ધારાસભ્યો અને ખૂબ જ મોટી સંખ્યામાં અમદાવાદ શહેરના લોકો યોગ કરવા ઉપસ્થિત રહ્યા હતા.વિવિધ ગ્રુપ દ્વારા તેમની વિશેષતા અનુસાર યોગ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. અમદાવાદના એક ગ્રુપ દ્વારા બાબાના વસ્ત્ર ધારણ કરી અને લાંબા વાળ તથા દાઢી લગાવી યોગ કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ તથા મુખ્યપ્રધાન દ્વારા યોગમાં વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર બાળકોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.

વિશ્વ યોગ દિવસ નિમિત્તે મુખ્યપ્રધાને કરી મોટી જાહેરાત, ગુજરાતમાં પ્રચાર પ્રસાર માટે બનશે યોગ બોર્ડ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પાંચમા વિશ્વ યોગ દિવસે રાજ્યમાં યોગ સાધના અને સ્વસ્થ જીવન માટે જન જન સુધી યોગના પ્રચાર પ્રસાર માટે ગુજરાતમાં રાજ્ય યોગ બોર્ડની રચના કરવાની જાહેરાત કરી છે.વિજય રૂપાણી અમદાવાદમાં પાંચમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં રાજ્યપાલ શ્રી ઓ. પી. કોહલી સાથે સહભાગી થતા આ મહત્વ પૂર્ણ જાહેરાત કરી હતી.આ અવરસ પર ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details