શહેરમાં સૌ પ્રથમવાર યોજાયેલા ઇન્ડિયા ઇન્ટરનેશનલ મેગા ટ્રેડ ફેરમાં ૧૫ હજારથી વધુ આકર્ષક ચીજવસ્તુઓ જેમાં જુદા-જુદા રાજ્યોના ખાવાની વાનગીઓ આંતરરાષ્ટ્રીય હેન્ડલુમ અને હેન્ડીક્રાફ્ટ સહિતની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવશે. બાંગ્લાદેશ મંત્રાલયના સચિવ જનાબ મહાબુર રહેમાન, ગ્લોબલ સોલાર કાઉન્સિલ અને નેશનલ સોલાર એનર્જી ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન પણ મહેતા, બેંગાલ ચેમ્બર ઓફ કોમર્સના મદદનીશ ડિરેક્ટર સમરજીત પૂરકયાસ્થા સહિતના લોકોએ હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આ આંતરરાષ્ટ્રીય મેગા ટ્રેડ ફેરને અન્ય ચાર રાજ્યોમાં પણ યોજવાની તૈયારીઓ બતાવી છે.
અમદાવાદમાં પ્રથમવાર ઇન્ડિયા ઇન્ટરનેશનલ મેગા ટ્રેડ ફેર યોજાયો - નાણાપ્રધાન નિર્મલા સીતારમણ
અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા નાગરિકોના હિત માટે વિવિધ નેશનલ અને ઇન્ટરનેશનલ પ્રોગ્રામ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઘણીવાર ખેડૂતલક્ષી ફેર તો ઘણીવાર જોબ ફેર જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જે સામાન્ય નાગરિક માટે ખૂબ જ ઉપયોગી બને છે. તેવી જ રીતે હાલ અમદાવાદમાં પણ બેંગાલ ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી સૌ પ્રથમવાર ઇન્ડિયા ઇન્ટરનેશનલ મેગા ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો શુભારંભ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યો હતો. કોલકત્તા બાદ ગુજરાતમાં પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં પ્રથમવાર ઇન્ડિયા ઇન્ટરનેશનલ મેગા ટ્રેડ ફેર યોજાયો
અમદાવાદમાં પ્રથમવાર ઇન્ડિયા ઇન્ટરનેશનલ મેગા ટ્રેડ ફેર યોજાયો
આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વિશ્વમાં મંદી હોવા છતાં સોલાર એનર્જી ક્ષેત્રે ગુજરાતનો વિકાસ બમણા ડીજીટમાં થયો છે. આ ઉપરાંત ગ્લોબલ સોલાર કાઉન્સિલ અને નેશનલ સોલર એનર્જી ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન પ્રકાશ મહેતાએ પણ જણાવ્યું હતું કે, આ ટ્રેડ ફેરમાં 300થી વધુ સંસ્થાઓએ ભાગ લીધો છે, જે એક નવી શરૂઆત છે. જો કે, કોલકત્તામાં યોજાયેલા ફેરમાં કુલ 1400 સંસ્થાએ ભાગ લીધો હતો, જેમાં 40%થી વધારે સંસ્થાઓ વિદેશી હતી.