અમદાવાદ શહેરમાં દારૂની રેલમછેલ થઇ રહી છે તે વાતને કદાચ નકારી શકાય એમ નથી. કેમ કે દારૂ સ્થાનિક પોલીસને નથી મળતો, ત્યાં તો અન્ય એજન્સીઓ દારૂ ઝડપી પાડે છે. રાજ્યમાં આવનાર દિવસોમાં વિધાનસભાની ચૂંટણી (Desi Liquor Factory in Ahmedabad) યોજાવાની છે. તેવામાં ચૂંટણી પંચ અને પોલીસ વિભાગ દારૂની ગેરકાયદે હેરાફેરી ન થાય તે માટે સતર્ક જોવા મળી રહ્યું છે. આ બધાની વચ્ચે અમદાવાદમાંથી સ્થાનિક પોલીસની નાક નીચે વિજિલનસે સરદારનગરમાંથી દેશી દારૂની ફેક્ટરી ઝડપી પાડી છે. (Sardarnagar Desi Liquor Factory)
ચૂંટણી પૂર્વે વિજિલન્સે સરદારનગરમાંથી દેશી દારૂની ફેકટરી ઝડપી દારૂનું ધૂમ વેચાણ દેશી દારૂની ફેક્ટરી ઝડપાતા હવે સ્થાનિક પોલીસ પર અનેક સવાલો ઉભા થયા છે. ઉલ્લેખનીય છે કે, નરોડા પોલીસે કેટલીક દારૂની હેરાફેરી કરતી કારનો ફિલ્મી ઢબે પીછો કરી મસમોટો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે આ દારૂનો જથ્થો સરદારનગરમાં રહેતા પ્રદીપ ઉર્ફે બટકાએ મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે હવે સરદારનગર વિસ્તારમાં દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાની શંકા ઉપજી રહી છે. (Vigilance raids liquor factory)
બુટલેગરોમાં ફફડાટ રાજ્યમાં ચૂંટણી સંદર્ભે અમદાવાદમાં કેટલીક જગ્યાઓ પર પોઇન્ટ બનાવી (Liquor Factory in Sardarnagar) દારૂની ગેરકાયદે હેરાફેરી અટકાવવા પોલીસ સર્તક થઈ છે. તેમ છતાં બુટલેગરો સ્થાનિક પોલીસથી બેખોફ બની દારૂનું વેચાણ કરતા હોવાનું લાગી રહ્યું છે. જોકે અમદાવાદના સરદારનગરમાંથી ચૂંટણી પૂર્વે વિજિલન્સે સ્થાનિક પોલીસની નાક નીચેથી દેશી દારૂની આખેઆખી ફેક્ટરી ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે. જેથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. (vigilance investigation on Sardarnagar)
ભઠ્ઠી ચલાવતાની ધરપકડ વિજીલન્સના PI આર.જી.ખાંટ અને તેમની ટીમને અમદાવાદના સરદારનગર વિસ્તારમાં દેશી દારૂ ભઠ્ઠીઓ ધમધમતી રહી હોવાની બાતમી મળી હતી. બાતમીની હકીકતના આધારે વિજિલન્સે સરદારનગરમાં મોટા પાયે સર્ચ હાથ ધરી 203 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સાથે જ કુબેરનગરમાં રહેતા અને દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા મુખ્ય આરોપીના ભાગીદાર નવીન ગારંગે, અજય કુમાર કથીરિયા(નોકર),પંકજ કથીરિયાની(નોકર) વિજિલન્સે ધરપકડ કરી હતી. (Liquor case in Ahmedabad)