ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Ganapati: અમદાવાદમાં વિઘ્નહર્તા આપી રહ્યા છે લોકોને હેલ્મેટ, જાણો અનોખી પહેલ

હાલમાં દેશભરમાં ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે. તેવામાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક ખાસ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં જે પણ વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હોય તેમને રોકીને ગણપતિના વેશમાં પોલીસની સાથે હાજર ગણપતિ તેઓને હેલ્મેટ વિતરણ કર્યા હતા. સાથોસાથ હેલ્મેટ પહેરવા માટેની અપીલ પણ કરી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.

અમદાવાદના રોડ પર ગણપતિ દાદાએ જાતે લોકોને હેલ્મેટ આપ્યા, નિયમો પાળવા કરી અપીલ...
અમદાવાદના રોડ પર ગણપતિ દાદાએ જાતે લોકોને હેલ્મેટ આપ્યા, નિયમો પાળવા કરી અપીલ...

By ETV Bharat Gujarati Team

Published : Sep 23, 2023, 12:17 PM IST

અમદાવાદના રોડ પર ગણપતિ દાદાએ જાતે લોકોને હેલ્મેટ આપ્યા

અમદાવાદ: શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એસજી હાઈવે પર હેબતપુર ચાર રસ્તા પર ગણપતિના વેશભૂષામાં વ્યક્તિઓને સાથે રાખીને ટ્રાફિક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જે પણ વાહન ચાલકો હેલ્મેટ વિના ટુ વ્હીલર ચલાવતા હોય તેને ગણપતિ દ્વારા રોકીને પોતાને તો બીજું માથું મળી શક્યું હતું, પણ અકસ્માત થાય તો તે વાહન ચાલકોને બીજું માથું નહીં મળે તે રીતે સમજ આપી હેલ્મેટ પહેરવા માટે અપીલ કરાઇ હતી. સાથે જ અનેક વાહન ચાલકોને હેલ્મેટ વિતરણ પણ કરવામાં આવ્યા હતા.

"પોલીસ દ્વારા વાહન ચાલકોમાં અવેરનેસ લાવવા માટે આ પ્રયાસ કર્યો છે. ટુ વ્હીલર ચલાવતા સમયે ચાલકો હેલ્મેટ પહેરે અને કાર ચલાવતા સમયે સીટ બેલ્ટ પહેરે તે ખૂબ જરૂરી છે. આજે ગણપતિ દ્વારા વાહન ચાલકોને હેલ્મેટ વિતરણ કરી આ પ્રકારે જાગૃત કરવાનો પ્રયોગ હાથ ધર્યો હતો."--નીતા દેસાઈ, DCP,(પશ્ચિમ ટ્રાફિક, અમદાવાદ)

લોકોને અપીલ: મહત્વનું છે કે હાલ દેશભરમાં ધામધૂમથી ગણેશમહોત્સવ ચાલી રહ્યો છે. આપણે તમામ લોકો દંતકથાઓમાં જે પ્રકારે વાંચ્યું છે કે ગણેશજીનું માથું કપાઈ ગયા બાદ તેઓને બીજું માથું લગાવવામાં આવે છે. તે જ વાતને આગળ રાખીને ગણેશજીની વેશભૂષામાં રહેલા યુવાનોએ લોકોને પોતાનું માથું બચાવવા અપીલ કરી હતી. સાથે સાથે ટ્રાફિક અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા આશયથી બેનર સાથે ઉભા રહીને જાગૃતિ લાવવા નવતર પ્રયોગ કરાયો હતો.

અમદાવાદના રોડ પર ગણપતિ દાદાએ જાતે લોકોને હેલ્મેટ આપ્યા

ભાવનગરના અનોખા ગણપતિ બાપ્પા:ભાવનગર શહેરના કાળિયાબીડમાં આવેલા અષ્ટવિનાયક સિદ્ધિવિનાયક મંદિર 20 વર્ષથી ભાવેણાવાસીઓની સમસ્યાઓ હલ થતી આવે છે.વિઘ્ન કોઈપણ હોય તેને હણનાર દેવ એટલે ગણપતિ બાપ્પા. હા ગણપતિ દાદાની આરાધના કરતા મનુષ્યોને જીવમાં કોઈપણ કાર્યમાં વિઘ્ન આવતા નથી. ભાવનગરનું એક માત્ર ગણપતિ દાદાનું મંદિર કાળિયાબીડમાં ભક્ત દ્વારા સ્થાપના કરવામાં આવી છે. સમસ્યાના નિરાકરણ માટે સાથિયાની અદભુત ચમત્કારિક પ્રથા પણ છે.

  1. Ahmedabad Crime News: ચેઈન સ્નેચિંગ કરતી 'તુફાની ગેંગ'ના સાગરિતો ઝડપાયા, કોડવર્ડ હતો "આજ કુછ તુફાની કરતે હૈ"
  2. Surat Crime News: બિનવારસી ચરસ વેચી પૈસા કમાવવાની લાલચે સુરતના બે યુવકોને જેલભેગા કર્યા
  3. Himachal Ragging Case: ટાંડા મેડિકલ કોલેજના સીનિયર સ્ટુડન્ટ્સને રેગિંગ કરવું પડ્યું ભારે, 12 સ્ટુડન્ટ્સને 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા

ABOUT THE AUTHOR

...view details