ગુજરાત

gujarat

ETV Bharat / state

આંગળી પકડીને ચાલતા શિખવનાર પિતાએજ બાળકી સાથે મોતની છલાંગ લગાવી - સામૂહિક આત્મહત્યા

અમદાવાદમાં સામૂહિક આત્મહત્યાનો કિસ્સો બન્યો છે. એક પોલીસ કર્મીએ પોતાના પરિવાર સાથે સામુહિક આત્મહત્યા કરી છે. પોલીસ કોન્સ્ટેબલે તેમની પત્ની અને ત્રણ વર્ષની માસુમ દીકરી સાથે મોડી રાત્રે મોત વ્હાલુ કર્યું છે. આ પોલીસ પરિવારનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે બાળકી પિતાની આંગળી પકડીને દરીયા કાંઠે રમી રહી છે. police family committed suicide, police constable committing suicide,Suicide in Ahmedabad

સામૂહિક આત્મહત્યા, પોલીસ પરિવારે 12માં માળેથી પડતું મુક્યું
સામૂહિક આત્મહત્યા, પોલીસ પરિવારે 12માં માળેથી પડતું મુક્યું

By

Published : Sep 7, 2022, 12:58 PM IST

Updated : Sep 7, 2022, 1:26 PM IST

અમદાવાદ શહેરમાં આત્મહત્યાનો બનાવ સામે( Mass suicide of police family in Ahmedabad )આવ્યો છે. શહેરના ગોતા વિસ્તારમાં રહેતા એક પોલીસકર્મીએ તેના પરિવાર સાથે 12મા માળેથી કૂદીને આત્મહત્યા કરી છે. આ પોલીસ પરિવારનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે બાળકી પિતાની આંગળી પકડીને દરીયા કાંઠે રમી રહી છે. શહેરમાં ગોતા વિસ્તારમાં દીવા હાઇટ્સમાં રહેતા પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે પત્ની અને બાળકી સાથે આત્મહત્યા કરીે છે. તેઓ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.

સામૂહિક આત્મહત્યાનો કિસ્સો

પોલીસ પરિવારે આત્મહત્યા કરીપોલીસકર્મીના આત્મહત્યા કરવા પાછળ કયું કારણ છે એ હાલમાં જાણી શકાયું નથી. પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ત્રણ વર્ષની બાળકી આકાંક્ષી, પત્ની રિદ્ધિબહેન અને પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે મોડી રાત્રે દોઢ વાગે 12મા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી છે. કુલદીપસિંહના બહેન તેમની નજીકમાં જ રહે છે. આત્મહત્યા પાછળનું કારણ જાણવા પોલીસે તજવીજ શરૂ કરી છે.

સિનિયર અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયાપોલીસને આ ઘટનાની જાણ થતાં સોલા પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસ પરિવારની સામૂહિક હત્યાનો આ પહેલો બનાવ છે. કુલદીપસિંહ અને તેમના પત્નીએ આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું એની તપાસ પોલીસે શરૂ કરી દીધી છે. હાલમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલુ છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પોલીસ પરિવારમાં પડ્યા છે.

Last Updated : Sep 7, 2022, 1:26 PM IST

ABOUT THE AUTHOR

...view details