અમદાવાદ: યુવકે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી કે, અહાન તથા અન્ય બે ઈસમોએ રોકડ રકમ અને ગૂગલ પે એકાઉન્ટ નંબર દ્વારા પૈસા પડાવવા માટે કાવતરું રચ્યું હતું. જેમાં કેનેડા જવાની વાતો કરી યુવક સાથે ફોનથી ચેટિંગ કરી મિત્રતા કેળવી હતી. જે બાદ યુવકને મળવા બોલાવ્યો હતો અને મળીને બળજબરીથી કપડાં કઢાવીને બિભત્સ હાલતમાં વીડિયો ઉતારી લીધો હતો.
અમદાવાદઃ કેનેડા મળવા બોલાવી યુવકનો બિભત્સ વીડિયો બનાવ્યો, 1.10 લાખ પડાવી લીધા - blackmailing
અમદાવાદમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવકને કેનેડા જવાનું કહીને અન્ય 3 યુવકોએ મળવા બોલાવ્યો હતો. તે બાદ ત્રણેય સાથે મળવા આવેલ યુવકના કપડાં કાઢી લીધાં અને તેનો વીડિયો ઉતર્યા બાદ તેની પાસેથી 1.10 લાખ રૂપિયા પડાવ્યા હતાં. જે મામલે સાયબર ક્રાઈમે ગુનો નોંધી 3 આરોપીની ધરપકડ કરી છે.
અમદાવાદ
વીડિયો બનાવી ધમકી આપીને ગુગલ પે મારફતે 80,000 રૂપિયા તેમજ 30,000 રૂપિયા ATMમાંથી ઉપાડી લીધા હતા. આમ કુલ 1 લાખ 10 હજાર રૂપિયા બળજબરીથી યુવક પાસેથી પડાવી લીધા હતાં. આ મામલે સાઇબર ક્રાઇમ રુહાન શેખ, યુસુફભાઈ કુરેશી, અહાન ખાન પઠાણ નામના ૩ આરોપીની ધરપકડ કરી હતી. જે બાદ આરોપીએ અગાઉ આ પ્રમાણેનું કાવતરું રચીને અન્ય વ્યક્તિ પાસે પૈસા પડાવ્યા છે કે, કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી હતી.