અમદાવાદ ડેસ્ક:વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ની 10મી આવૃત્તિના ભાગરૂપે રાજ્ય સરકાર ઉદ્યોગ તેમજ બિઝનેસ અગ્રણીઓ સાથે વાત કરવા અને જાન્યુઆરી 2024માં યોજાનારી સમિટ માટે તેમને આમંત્રિત કરવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોડ-શૉનું આયોજન કરાશે.
આ જગ્યા પર રોડ-શો: મુંબઈ, ચંદીગઢ, કોલકાતા, ચેન્નાઈ, જાપાન, યુરોપ, સિંગાપોર, ઑસ્ટ્રેલિયા, વિયેતનામ અને દક્ષિણ કોરિયામાં રોડ-શૉ કર્યા પછી તેમજ નવી દિલ્હીમાં કર્ટેન રેઇઝર કાર્યક્રમની સફળતા બાદ, ગુજરાત સરકાર હવે આગામી સોમવાર તારીખ 6 નવેમ્બર 2023ના રોજ લખનઉમાં રોડ-શો યોજી રહી છે.આ રોડ શૉનું નેતૃત્વ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, કાયદો, ન્યાય, કાયદાકીય અને સંસદીય બાબતોના ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાતનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ઋષિકેશ પટેલ સંબોધન કરશે:વધુમાં, RSPL ગ્રુપ, વી ગાર્ડ, સનસોર્સ એનર્જી, ડાબર ઈન્ડિયા, યંગ સ્કીલ્ડ ઈન્ડિયા જેવી સંસ્થાઓના વડાઓ સાથે ગુજરાતના પ્રધાન વન-ટુ-વન બેઠકો કરશે. એસોચેમ (ASSOCHAM) ગુજરાત કાઉન્સિલના ચેરમેન શ્રી ચિંતન ઠાકર સ્વાગત પ્રવચન આપશે. ત્યારબાદ વાઈબ્રન્ટ ગુજરાત 2024 પ્રમોશનલ ફિલ્મનું સ્ક્રિનિંગ કરવામાં આવશે અને ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા (IAS) દ્વારા ગુજરાતમાં બિઝનેસની તકો પર પ્રેઝન્ટેશન આપવામાં આવશે. આ દરમિયાન એક્સપિરિયન્સ શેરિંગ સેશન પણ યોજાશે. ત્યારબાદ ગુજરાત સરકારના પ્રધાન ઋષિકેશ પટેલ સંબોધન કરશે.
રોડ શૉનો ઉદ્દેશ્ય: VGGS 2024 દ્વારા ગુજરાતને 'ગેટવે ટુ ધ ફ્યુચર' તરીકે ઉજાગર કરવાનો આ રોડ શોનો ઉદ્દેશ્ય છે. જે બિઝનેસ અને કંપનીઓને ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં સહયોગ અને સહકારના ક્ષેત્ર શોધવા અને ભવિષ્ય માટે તૈયાર મેગા પ્રોજેક્ટ જેમ કે GIFT સિટી, ધોલેરા SIR અને માંડલ બેચરાજી SIR માં રોકાણ આકર્ષવા માટે સક્ષમ બનાવશે.
- MP Election 2023: મધ્યપ્રદેશમાં રેલીઓનો દોર.. મોદી, શાહ અને ખડગે ગજવશે સભા
- Pm Narendra Modi: પ્રધાનમંત્રી મોદી અને ઈંગ્લેન્ડના પીએમ ઋષિ સુનકે વચ્ચે થઈ વાતચીત, ઈઝરાયેલ-હમાસ મુદ્દે કરી ગંભીર ચર્ચા