ગુજરાત

gujarat

ETV Bharat / state

દમણના દમણવાડામાં આદિવાસીમાંથી ખ્રિસ્તી બનેલા પરિવારના ઘરે VHP અને પોલીસની તપાસ - vhp

દમણમાં વિશ્વ હિન્દુ પરિષદ (Vishwa Hindu Parishad) દ્વારા દમણના દમણવાડા ગામે એક આદિવાસી પરિવારના ઘરે ધર્માંતરણ (Conversion)ની વિધિ ચાલતી હોવાની જાણકારી દમણ પોલીસને અપાઇ હતી. દમણ કોસ્ટલ પોલીસે 9 લોકોની અટકાયત કરીને પોલીસ મથકે લાવીને વધુ તપાસ હાથ ધરી હતી.

આદિવાસીમાંથી ખ્રિસ્તી બનેલા પરિવારના ઘરે VHP અને પોલીસની તપાસ
આદિવાસીમાંથી ખ્રિસ્તી બનેલા પરિવારના ઘરે VHP અને પોલીસની તપાસ

By

Published : Jul 12, 2021, 12:05 PM IST

  • વલસાડના દાંડી પછી દમણમાં ધર્માંતરણની ઘટના પ્રકાશમાં આવી
  • VHPએ પોલીસ બોલાવી કાર્યવાહી કરાવી
  • આદિવાસી પરિવારના ઘરે ચાલતી પ્રાર્થના હતી

દમણ :થોડા સમય પહેલા જ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મરોલી-દાંડી ગામે બાપ્તિસ વિધિ ચાલતી હોવાનો વીડિયો વાયરલ થયા પછી ધર્માંતરણ પ્રવૃત્તિ સંદર્ભે ચકચાર મચી છે. ત્યારે રવિવારે દમણના દમણવાડા વિસ્તારમાં એક આદિવાસી પરિવારના ઘરે VHP અને પોલીસે ધર્માંતરણ (Conversion) મામલે 9 લોકો સામે તપાસ હાથ ધરી છે.

9 જેટલા લોકોને પોલીસ વધુ તપાસ માટે દમણ કોસ્ટલ પોલીસ મથકે લઈ ગયા

વિશ્વ હિન્દુ પરિષદ (Vishwa Hindu Parishad) દમણ પ્રખંડના મયુર કદમે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, તેમની ટીમને બાતમી મળી હતી કે, દમણવાડા વિસ્તારમાં આવેલા એક આદિવાસી પરિવારના ઘરે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવતી વિધિ ચાલી રહી છે. એટલે તેમની ટીમ આદિવાસી પરિવારના ઘરે પહોંચી હતી. દમણ કોસ્ટલ પોલીસને જાણકારી આપતા પોલીસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ વિધિમાં હાજર 9 જેટલા લોકોને પોલીસ વધુ તપાસ માટે દમણ કોસ્ટલ પોલીસ મથકે લઈ ગઈ છે.

આદિવાસીમાંથી ખ્રિસ્તી બનેલા પરિવારના ઘરે VHP અને પોલીસની તપાસ

આ પણ વાંચો : Gujarat Religious Conversion Case : સુરતના સંતોષને લાલચ આપીને અબ્દુલ્લા બનાવ્યો હોવાનો પરિજનોનો આક્ષેપ

આદિવાસીઓને ધર્માંતરણ કરાવવાનું ષડયંત્ર

મયુર કદમે સમગ્ર મામલાને વખોડતા જણાવ્યું હતું કે, વલસાડ અને ડાંગ જિલ્લામાં વર્ષોથી ભોળા આદિવાસીઓને ધર્માંતરણ કરાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. દમણમાં પણ અનેક ગામોમાં આ રીતે ધર્માંતરણ (Conversion) પ્રવૃત્તિ ફૂલીફાલી છે. આ મામલે વલસાડમાં, ડાંગમાં VHP દ્વારા વહીવટીતંત્રને રજૂઆત કરી છે. દમણમાં પણ આવી પ્રવૃતિઓને રોકવા પ્રશાસન સમક્ષ રજૂઆત કરીશું.

આદિવાસીમાંથી ખ્રિસ્તી બનેલા પરિવારના ઘરે VHP અને પોલીસની તપાસ

આ પણ વાંચો : UP Conversion Case : તપાસનો રેલો વડોદરા પહોંચ્યો, ATSના અધિકારીઓએ આરોપીના ઘરની તપાસ કરી

કોસ્ટલ પોલીસે વધુ તપાસ હાથ ધરી

ધર્માંતરણ (Conversion) પ્રવૃત્તિ બાબતે મોટી દમણ પોલીસે 9 લોકોને પોલીસ મથકે લાવી વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ જાણવા મળતી વિગતો મુજબ, તમામ લોકો આદિવાસી સમાજના છે અને વર્ષોથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી ચુક્યા છે. રવિવારે પ્રાર્થનાનો દિવસ હોવાથી તેમના ઘરે પ્રાર્થના માટે એકત્રિત થયા હતા. તે દરમિયાન કોઈએ અહીં ધર્માંતરણ થતું હોવાની વિગતો VHPના કાર્યકરો અને પોલીસને આપી હતી. હાલ સમગ્ર મામલે કોસ્ટલ પોલીસ મથકના PI વિશાલ પટેલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details