ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં પ્રવાસીને રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ગેંગને પોલીસે ઝડપી પાડી - ગુજરાતના સમાચાર

અમદાવાદની વેજલપુર પોલીસે રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ગેંગને ઝડપી પાડી છે. વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓ પ્રવાસીઓને છરી બતાવી લૂંટ ચલાવતા હતા
આરોપીઓ પ્રવાસીઓને છરી બતાવી લૂંટ ચલાવતા હતા

By

Published : Mar 10, 2021, 7:40 PM IST

  • રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ગેંગને વેજલપુર પોલીસે ઝડપી પાડી
  • આરોપીઓ પ્રવાસીઓને છરી બતાવી લૂંટ ચલાવતા હતા
  • પોલીસે આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી

અ પણ વાંચોઃબાવળા બગોદરા હાઈવે પર થયેલ લૂંટ મામલે 4 આરોપીની ધરપકડ

અમદાવાદઃ શહેરની વેજલપુર પોલીસે રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ગેંગને ઝડપી પાડી છે. થોડા દિવસ પહેલા વાપીથી સાણંદ જતાં પૃથ્વી જાદવ નામનાં યુવક સીટીએમથી સરખેજ જવા માટે રિક્ષામાં બેઠો હતો. જ્યાં રિક્ષાચાલકે શાસ્ત્રીબ્રિજથી ફતેવાડી મેટ્રો સ્ટેશન જવાના રસ્તે રિક્ષા ઊભી રાખીને યુવકને છરી બતાવી હતી. યુવક પાસેથી 4200 રૂપિયા રોકડા તેમજ 75 હજારની કિંમતની ગળામાં પહેરેલી સોનાની ચેન તેમજ પેન્ડલની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

અ પણ વાંચોઃબનાસકાંઠાના કાંકરેજમાં વેપારીને લૂંટનારા 6 આરોપીની ધરપકડ

લૂંટનો માલ આરોપીઓએ વસીમ શેખની બહેન શબાના પઠાણ અને આસિફ પઠાણને આપ્યો

રામોલથી સરખેજ આવતી રિક્ષા આ લૂંટારૂઓની હોવાની માહિતીના આધારે પોલીસે રિક્ષા ઝડપી તેમાં સવાર રમજાન જોગાણી તેમજ વસીમ શેખની ધરપકડ કરી હતી. તેમની પુછપરછ કરતા બન્નેએ લૂંટનો ગુનો કબૂલ્યો હતો. લૂંટનો માલ આરોપીઓએ વસીમ શેખની બહેન શબાના પઠાણ અને આસિફ પઠાણને આપ્યો હોવાનુ કબુલતા પોલીસે તે બન્નેની પણ ધરપકડ કરી છે. વેજલપુર પોલીસે આ મામલે આરોપીઓની વધુ પુછપરછ હાથ ધરી છે. ત્યારે પોલીસે આરોપીઓને ઝડપીને અત્યાર સુધી કેટલા લોકો સાથે લૂંટ ચલાવી હતી અને બીજા અન્ય આરોપીઓ ગેંગમાં સામેલ છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં પ્રવાસીને રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ગેંગને પોલીસે ઝડપી પાડી

ABOUT THE AUTHOR

...view details