ગુજરાત

gujarat

ETV Bharat / state

Vegetables Pulses Price શાકભાજી કઠોળના ભાવમાં મહદંશે વધારો

ગુજરાતમાં શાકભાજી અને કઠોળના ભાવમાં સતત વધારો (Vegetables Pulses Price in Gujarat) થયો છે. જ્યારે રોજિંદા ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવોના ભાવ કેટલા વધ્યા અને કેટલા ઘટ્યા તેની પર એક નજર કરીએ. (Vegetable Pulses Price on 16 november)

Vegetables Pulses Price શાકભાજી કઠોળના ભાવમાં મહદંશે વધારો
Vegetables Pulses Price શાકભાજી કઠોળના ભાવમાં મહદંશે વધારો

By

Published : Nov 16, 2022, 8:40 AM IST

અમદાવાદરાજ્યમાં એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ લોકોને દઝાડી રહી છે. તેવામાં અધૂરામાં પૂરું શાકભાજી અને કઠોળના ભાવ પણ દિવસેને દિવસે આસમાને પહોંચી (Vegetables Pulses Price in Gujarat) રહ્યા છે. ત્યારે સામાન્ય વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે. તો આવો એક નજર કરીએ શાકભાજી અને કઠોળના ભાવ (Vegetable Pulses Price Today) પર. એક તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે. તેની અસર શાકભાજી અને કઠોળની કિંમત પર પડી છે અને સામાન્ય વર્ગના લોકોને ભોગવવાનો વારો (Vegetable Pulses Price on 16 november) આવ્યો છે.

શાકભાજીના ભાવ (vegetables Prices in Gujarat)

શાકભાજી ભાવ
મરચા 150-320
લીંબુ 100-700
બટેટા 170-410
ટમેટા 100-400
ભીંડો 200-600
રીંગણા 100-300
કોબીજ 50-150
ફલાવર 100-500
દુધી 80-220
આદુ 500-750
કારેલા 100-330

શાકભાજી સાથે કઠોળની સ્થિતીરાજ્યમાં શાકાભાજી સાથે કઠોળના ભાવમાં ધીરે ધીરે વધારો જતો જોવા મળે છે. સ્વાભવિક છે કે શિયાળાની શરુઆતમાં મેથી, કોથમરી સહિતના શાકભાજીના ભાવમાં વધારો થતાં હોય છે. તો બીજી તરફ ખેડુતો પણ શિયાળામાં કેટલાક કઠોળનું વાવતેર કરતા જોવા મળતા હોય છે. ત્યારે આ વર્ષ મગફળીના સારા ભાવ મળતા ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

કઠોળના ભાવ (Pulses Prices in Gujarat)

કઠોળ ભાવ
ઘઉં ટુકડા 400-535
બાજરી 290-401
તૂવેર 1015-1440
અડદ 1080-1518
મગ 1300-1568
વાલ દેશી 1740-2011
એરંડા 1400-1422
અજમો 1765-1970
જીરૂ 3750-4500

બજેટ પ્રમાણે રસોડું કેમ ચલાવવું વર્તમાન સમયમાં મોંઘવારી બુલેટ ટ્રેનની ગતિએ આગળ વધી રહી છે. ત્યારે લોકોની આવક ગોકળગાયની ગતિએ વધી રહ્યો છે. તેવામાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો મોંઘવારીનો કઈ રીતે સામનો કરે તે એક ચિંતાનો વિષય બની ગયો છે. ઉદાહરણ તરીકે એક સમયે જે શાકભાજીનો ભાવ 20 રૂપિયા પ્રતિકિલો હતો. ત્યારે હવે તે જ શાકભાજીના ભાવ 250 ગ્રામ માટે 20 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. આ સાથે જ સામાન્ય વર્ગના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગૃહિણીઓની બચત પર પણ મોંઘવારીએ તરાપ મારી છે. Vegetables Today Market Price, Vegetables Pulses Price, Vegetable Pulses Price Today, Vegetable Market

ABOUT THE AUTHOR

...view details