અમદાવાદસરકારે રાજ્યમાં પ્લાસ્ટિકની વસ્તુ પર પ્રતિબંધ (Plastic bag ban) લગાવ્યો છે. તેમ છતાં અનેક જગ્યાએ ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિકની વસ્તુઓ ઉપયોગમાં લેવાતી હોય છે. તેમાં ખાસ કરીને શાકભાજી કરિયાણાની વસ્તુઓમાં પણ પ્લાસ્ટિક આપવામાં આવી રહી છે. આના કારણે અવારનવાર (AMC Health Team) ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારીઓએ પ્લાસ્ટિક મુક્ત ઝૂંબેશ (Plastic Free Campaign in Ahmedabad) અંતર્ગત શહેરભરમાં ચેકિંગ શરૂ કર્યું હતું.
ઈસનપુરમાં થયો હુમલો કૉર્પોરેશનની ટીમ ઈસનપુરમાં આવેલી ગોવિંદ વાડી પાસે ચેકિંગ માટે ગઈ હતી. તે દરમિયાન આરોગ્ય અધિકારી (AMC Health Team) પર હુમલો થવાની ઘટના સામે આવી હતી. ખોખરા વોર્ડના SI રાજેશ પટેલે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનરના આદેશ મુજબ 10 લોકો પ્લાસ્ટિકમુક્ત ઝૂંબેશ (Plastic Free Campaign in Ahmedabad) અંતર્ગત કામગીરી માટે ગયા હતા.
સ્થાનિકોએ કર્યો AMCની ટીમ પર હુમલો તે દરમિયાન સ્થાનિક શાકભાજીના વેપારીઓ પ્લાસ્ટિક મળી (vegetable seller AMC Health Team clash in Isanpur) આવ્યું હતું. એટલે તેમની પાસેથી દંડ લેવા ગયા હતા. તે સમયે દંડ આપવાને બદલે તેઓ અધિકારીઓને અપશબ્દો બોલ્યા હતા. સાથે જ માર મારવાની ધમકી પણ આપી હતી. આટલેથી ન અટકતા ત્યાંના સ્થાનિકોએ પણ અમારી પર હુમલો કર્યો હતો. જોતજોતામાં 100 લોકોથી વધુનું ટોળું એકત્રિત થતાં અમે ત્યાંથી પોતાનો જીવ બચાવવા માટે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો.