અમદાવાદકોરોનાના કાળના સમય બાદ લોકો તહેવાર મનાવી રહ્યા હતા પરંતુ સતત શાકભાજી , કઠોળમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે સામાન્ય લોકોને મોંઘવારી ભરખી ગઇ છે. કેવી રીતે તહેવારોની ઉજવણી કરવી તે પણ હવે સવાલ થઇ રહ્યો છે. એક બાજુ સામાન્ય જનતા પિસાતી જોવા મળે છે, તો બીજી બાજૂ ખેડૂતોને પાણીને પાર પોતાના પાકને વેચવાનો વારો આવ્યો છે અને વચેટીયા ફાવી રહ્યા છે. ત્યારે જાણો તહેવાર જતા ભાવમાં થયો ઘટાડો કે વધારો.
આ પણ વાંચો Commodities: ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ, વાવણી બંધ કરવાની તૈયારી
કઠોળના ભાવમાં વધારોઆ સમયે ખેડૂતો પોતાના પાકને માર્કેટમાં લાવી રહ્યા છે. એમ છતા કઠોળના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે તહેવારમાં ભાવ વધે છે. પરંતું તહેવાર જતા પણ આ ભાવમાં કોઇ ઉતાર આવ્યો નથી. હાલ પણ વધારો જોવા મળી રહ્યો છે. કઠોળના ભાવ આજના જૂઓ.