અમદાવાદ: શાકભાજીમાં વટાણા, વાલોડ ,લીલુ લસણ ,લીલી ડુંગળી ,ઉપરાંત શક્કરિયા ,રતાળુ, આદુ, લીંબુ ,પાપડી કારેલા, ગુવાર મેથી વગેરેના ભાવ ખૂબ જ ઓછા છે. શાકભાજીના વેપારી વીણાબેન ચૌહાણ ને જણાવ્યું હતું કે, આ વર્ષે શિયાળામાં શાકભાજીના ભાવમાં ખૂબ જ ઘટાડો (Vegetable price drastically fell to make Undhiyu) થયો છે દર વર્ષે જે ભાવમાં 30 થી 35 રૂપિયા કિલો હોય છે તે આ વખતે માંડ 15 થી 20 રૂપિયા કિલો જોવા મળી રહ્યા છે કારણકે હોલસેલમાં પણ ખૂબ જ ઓછા ભાવ હોવાના લીધે રિટેલ ભાવમાં પણ ઘણો ફરક જોવા મળે છે.
આ વર્ષે ઊંધિયું બનાવવાના લીલા શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો - લીલા શાકભાજીના ભાવ
શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે, આ સિઝનમાં જ સૌથી વધારે લીલા અને તાજા શાકભાજી જોવા મળતા હોય છે. જોકે હાલમાં અત્યારે શાકભાજીના ભાવ ખૂબ જ ઓછા થઈ ગયા છે. ઉતરાયણ નો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે વર્ષોથી ગુજરાતીઓ લોકોની પરંપરા રહી છે કે ઊંધિયું ખાવાની મજા જ એક અલગ હોય છે જોકે આ વખતે શાકભાજીના ભાવમાં ઉપર નીચે રહીને વધારો અને ઘટાડો થવો જોવા મળતો હોય છે જોકે અત્યારે શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો (Vegetable price drastically fell to make Undhiyu) થતો હોવાથી આ વર્ષે લોકો ઊંધિયાની લિજ્જત ખૂબ જ સારી રીતે માણી શકશે.
શાકભાજીના જથ્થાબંધ ભાવમાં ઘટાડો: આ વખતે ઊંધિયું બધાને સસ્તું પડવાનું છે કારણ કે, શાકભાજીના ભાવમાં ઘટાડો થયા હોવાથી લોકો ઊંધિયાનો સ્વાદ ખૂબ જ સારી રીતે માણી શકશે. આ સમયે શિયાળો અને લગ્નની સિઝન હોવાના કારણે શાકના માંગમાં ખૂબ જ નોંધપાત્ર વધારો થયો છે પરિણામે મોટાભાગના લીલા શાકભાજીના જથ્થાબંધ ભાવમાં ઓછામાં ઓછો ઘટાડો થયો છે જ્યારે મોટાભાગના કિસ્સાઓમાં છુટક લીલા શાકભાજીના ભાવ (Prices of green vegetables) હોલસેલ ભાવ કરતાં પણ ઓછા છે.
ઉતરાયણ પર ઊંધિયાની મજા:જોકે ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે તે સમય દરમિયાન લીલા શાકભાજીના ભાવમાં 15 થી 20% નો વધારો જોવા મળી શકે છે. તેમ છતાં પણ દર વર્ષ કરતા આ વખતે શાકભાજીના ભાવમાં ઘણો ઘટાડો હોવા છતાં લોકો જો ઘરે જ ઊંધિયું બનાવીને તેની મજા લેશે તો આ વખતે ગૃહિણીઓને પણ બજેટ જળવાઈ એવા શાકભાજીના ભાવની અત્યારે સ્થિતિ છે. ઉતરાયણના તહેવારના કારણે જે શાકભાજીના ભાવમાં વધારો થઈ શકે છે, તેમાં વટાણા, રવૈયા ,મેથી, શકરીયામાં ભાવમાં 15 થી 20 ટકા વધારો થશે પરંતુ તેમ છતાં પણ લોકો આ સિઝનમાં અને ઉતરાયણ પર ઊંધિયાની (Undhiyu in uttarayan) મજા સારી રીતે માણી શકશે.