ગુજરાત

gujarat

ETV Bharat / state

શાકભાજી ફેરિયાઓને માસ્ક-સેનેટારાઈઝર આપવામાં આવશે, નિયમનું કડક પાલન જરૂરી: અમદાવાદ કમિશ્નર

અમદાવાદ કમિશ્નર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, 115 સુપર સ્પ્રેડર્સની સારવાર કરવામાં આવી રહી છે. શાકભાજી વેચનારા પણ કડકથી નિયમોનું પાલન કરે એ માટે તેમને મફત માસ્ક અને સેનેટાઈઝર આપવામાં આવશે.

શાકભાજી ફેરીયાઓને માસ્ક-સેનેટારાઈઝર આપવામાં આવશે, નિયમનું કડક પાલન જરુરી: અમદાવાદ કમિશનર
શાકભાજી ફેરીયાઓને માસ્ક-સેનેટારાઈઝર આપવામાં આવશે, નિયમનું કડક પાલન જરુરી: અમદાવાદ કમિશનર

By

Published : Apr 29, 2020, 2:52 PM IST

અમદાવાદ :મહિલા સહસહાય જૂથ પાસેથી કોટનના માસ્ક તૈયાર કરાવવા અને આ માસ્કનું વિતરણ અને વેચાણ સરળતાથી થાય એટલે AMC યુસીજી ગૃપ દ્વારા 3.5 લાખ માસ્ક રેડી કરાયાં છે. શાકભાજી વેચનારા લોકોને મફત માસ્ક અને મફત હેન્ડ સેનેટાઈઝર આપવામાં આવશે. દરેક માટે બેનર છપાવાશે જે દરેક શાકની લારી અને દુકાન પર લગાવવામાં આવશે.

જ્યાં જ્યાં શાકભાજીની લારી હોય ત્યાં આયોજનબદ્ધ રીતે લારી ઉભી રહેવાનું માર્કિંગ અને ગ્રાહકો માટે પણ સર્કલ કરવામાં આવશે. અમદાવાદમાં માસ્ક ફરજિયાત છે. જેનું પાલન ન થયે રૂા. 5000 સુધીનો દંડ જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે 3જી મે બાદ તમામ લોકો માસ્ક ફરજિયાત પહેરે, સેનેટાઈઝર રાખે અને જો તે નહીં રાખે તો તેમને દંડ કરવામાં આવશે.

છેલ્લાં 24 કલાકમાં 21 લોકો સાજા થયાં છે. 2140 એક્ટવ કેસ, 2114 સ્ટેબલ, 26 લોકો વેન્ટિલેટર પર છે. કુલ 24940 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. દસ લાખની વસતિએ અમદાવાદ 4157નો છે. SVPમાં 2, સિવિલમાં 9, સમરસમાં 10 જણાં સાજા થયાં. જે લોકો કોરોના પોઝિટિવ છે તે તમામ લોકોમાંથી SVP 726, સિવિલમાં 608, hcg 15, સ્ટર્લિંગ22, ફર્ન 40, હજ હાઉસ 16, સમરસ 700 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે.

કયા ઝોનમાં કેટલા કેસ?

મધ્યઝોન 941
દક્ષિણ ઝોન 558
ઉત્તર ઝોન 195
પશ્ચિમ 195
પૂર્વ ઝોન 149
દક્ષિણ-પશ્ચિમ ઝોન 57

ABOUT THE AUTHOR

...view details