ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ: ગુરુજીને ગિફ્ટ આપવી છે તેમ કહી ગ્રાહકના સ્વાંગમાં લૂંટ મચાવતા દોડધામ - ઘોડાસરમાં લૂંટ

અમદાવાદમાં લોકડાઉન પછી હવે ધીમેધીમે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં ગ્રાહકના સ્વાંગમાં લૂંટના કેસમાં વધારો કરતી એક ઘટના ઘોડાસરમાં બની છે. ઘોડાસરમાં બે ગઠીયા વેપારીને લૂંટી ફરાર થઈ ગયા છે.

Gujarat Police
Gujarat Police

By

Published : Sep 4, 2020, 7:02 AM IST

અમદાવાદઃ શહેરના ઘોડાસર વિસ્તારમાં બે ગઠીયા દૂકાનમાં લૂંટ મચાવી ફરાર થયાની ઘટના સામે આવી છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલા લૂંટારુઓએ વેપારીને ગાદલાનો ભાવ પૂછવાના બહાને નશીલો પદાર્થ સુંઘાડી બેહોશ કર્યા હતા. જે બાદમાં વેપારીના હાથમાં રહેલી વીંટી, દાગીના અને ઘડિયાળ લઈ ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ વટવા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થ સુંઘાડી લૂંટ ચલાવતી ગેંગ સક્રિય થયાની ઘટના ઘોડાસર વિસ્તારમાં બની છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલા લૂંટારુઓએ 75 વર્ષીય વૃધ્ધ વેપારીને ગાદલાનો ભાવ પૂછવાના બહાને નશીલો પદાર્થ સુંઘાડી બેહોશ કર્યા હતા. ત્યારબાદ વેપારીના દાગીના અને ઘડિયાળ લઈ ફરાર થઈ ગયા હતા. ઘોડાસર વિસ્તારમાં નિગમ બગલો ખાતે રહેતાં દયાલદાસ ખુશાલદાસ ફીફાણી ઉં,75 આ જ વિસ્તારમાં બચુરામ આશ્રમની બાજુમાં આવેલા સૂર્યકીરણ કોમ્પ્લેક્સમાં ગાયત્રી કૃપા ફોમના નામે ડનલોપના ગાદલાનો વેપાર કરે છે. ગત્ત 19 ઓગસ્ટે દયાલદાસ સવારે 9 કલાકે દુકાને પહોંચ્યા હતા, ત્યારે એક વ્યક્તિએ ડનલોપના ગાદલાનો ભાવ પૂછતાં દયાલદાસે રૂ. 2250નો ભાવ કીધો હતો. ભાવ પૂછનાર વ્યક્તિએ જણાવ્યું કે, આ ગાદલું મારે દાનમાં આપવાનું છે, તો હું મારા ગુરુજીને બોલાવી તેમને બતાવી હું લઈ જઈશ. બાદમાં આ શખ્સે દયાલદાસને રૂ.1100 રોકડા બાના પેટે આપ્યા અને તેમની સાથે વાતો કરવા લાગ્યો હતો. આ વ્યક્તિએ વાતો વાતોમાં દયાલદાસને નશાયુક્ત પદાર્થ સુંઘાડતા તેઓ બેહોશ થઈ ગયા હતા. બાદમાં આરોપીઓએ તેમના હાથની આંગળીમાંથી રૂ.22 હજારની સોનાની વીંટી અને હાથમાં પહેરેલી 1500 રુપિયાની ઘડિયાળ કાઢી લીધી અને ફરાર થઈ ગયા હતા.

જે બાદમાં દયાલદાસ હોશમાં આવ્યા તો સોનાની વીંટી અને ઘડિયાળ હાથમાંથી ગાયબ હતા, જ્યારે ગ્રાહકના સ્વાંગમાં આવેલા શખ્સો ફરાર થઈ ગયા હતા. દયાલદાસએ તેમના પુત્રને બનાવની જાણ કરી દુકાને બોલાવ્યા હતા. સામાજીક કામમાં રોકાયા દયાલદાસ સહિતના લોકો રોકાયા હોવાથી ઘટનાની ફરિયાદ 12 દિવસ બાદ મંગળવારે રાત્રે વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

ABOUT THE AUTHOR

...view details