વલસાડ: રાજ્યના કાયદા વિભાગના નાયબ સચિવે ગુરુવારે 36 જિલ્લાઓમાં 40 સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરી છે. તેમની ગુજરાત નશાબંધી કાયદા હેઠળ નોધવામાં આવેલા પાંચ લાખ કે તેથી વધુના કેસો માટે નિમણૂક કરવામાં આવી છે.
વલસાડમાં નશાબંધીના ગુના માટે કાયદા વિભાગે સ્પેશિયલ બે પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કરી - valsad news
વલસાડ જિલ્લામાં ગુજરાત નશાબંધી કાયદા હેઠળના ગુનામાં પાંચ લાખ કે તેથી વધુ કેસો માટે કાયદા વિભાગે સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કરી છે. જેમાં વલસાડના સરકારી વકીલ અનિલભાઈ ત્રિપાઠી અને કે એલ શ્રોફની નિમણૂક કરવામાં આવી છે
વલસાડ: નશાબંધીના ગુના માટે કાયદા વિભાગે સ્પેશિયલ બે પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કરી
ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અનેક નાના-મોટા ગુનાઓમાં ગુનેગારોને કડકમાં કડક સજા અપાવવા માટે જાણીતા વલસાડ જિલ્લાના સરકારી ધારાશાસ્ત્રી અનિલ આર ત્રિપાઠીની પણ તેમાં નિમણૂક કરવામાં આવી છે.
આ સાથે અન્ય એક વકીલ કે.એલ શ્રોફની પણ નિમણૂક કરવામાં આવી છે. એમ કુલ બે વકીલોની વલસાડ જિલ્લા માટે નિમણૂક કરવામાં આવી છે.