- ભારતીય સંસ્કૃતિ સંરક્ષણ અભિયાનનો પ્રારંભ કરાયો
- ગુજરાતના 35 હજાર ઘરોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સુવિધા શરૂ કરવાનો લક્ષ્ય
- પાણીના સ્તરમાં પણ સુધારો કરવા અભિયાન શરૂ કરાયું
રેઇન વોટર હાર્વેસ્ટિંગ થકી જળ સંરક્ષણ અંગે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન જાગૃતિ પ્રસરાવશે - જળ સંરક્ષણ અંગે જાગૃતિ
પાણીની તંગીની સમસ્યાના કાયમી ઉકેલ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા અને પાણી બચાવવાની સામૂહિક જવાબદારી વિશે જાણકારી પ્રસરાવવા માટે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશને કામગીરી શરૂ કરી છે. જેમનો ઉદ્દેશ્ય જળ સંરક્ષણ જાગૃતિ અભિયાન અંતર્ગત ગુજરાતના 35 હજાર ઘરોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવાનું આયોજન છે.
sdfssd
અમદાવાદ: ‘જળ એ જ જીવન’ના સૂત્રને આગળ ધપાવવા માટે સરકાર અને સામાજિક સંસ્થાઓ અત્યાર સુધી કાર્યો કરી રહી હતી. ત્યારે હવે ધાર્મિક સંસ્થાઓ પણ જળ સંરક્ષણને લઇને આગળ આવી છે. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિવિધ સામાજીક કાર્યકમો કરવામાં આવી રહ્યા છે. જેમાં હાલ જળ સંરક્ષણને લઇને અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને 35 હજારથી વધુ ઘરોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગની સુવિધા શરૂ કરવામાં આવી છે.