ગુજરાત

gujarat

ETV Bharat / state

The Chat Cafe: નાના પાયે શરૂ કરેલો બિઝનેસ આજે બન્યો મોટુ વટવૃક્ષ, આજે રાજ્યના 3 શહેરોમાં ફ્રેન્ચાઇઝી - આજે રાજ્યના 3 શહેરોમાં ફ્રેન્ચાઇઝી

અમદાવાદના સાયન્સ સિટીમાં રહેતા વૈશાલી બ્રહ્મભટ્ટ પોતાની આવડત અને કુશળતાથી નાનાપાયે શરૂ કરેલ કાફે આજે રાજ્યના 3 શહેરોમાં ફ્રેન્ચાઇઝી રૂપે બિઝનેસ આગળ વધ્યો છે. આગામી સમયમાં આજ બિઝનેસને તે ઇન્ટરનેશનલ લેવલે લઈ જવાની ઈચ્છા ધરાવી રહ્યા છે.

vaishali-brahmbhatt-started-the-chat-cafe-business-has-progressed-as-a-franchise-in-3-cities-of-the-state
vaishali-brahmbhatt-started-the-chat-cafe-business-has-progressed-as-a-franchise-in-3-cities-of-the-state

By

Published : Jul 18, 2023, 5:42 PM IST

અમદાવાદના સાયન્સ સિટીમાં રહેતા વૈશાલી બ્રહ્મભટ્ટ દ્વારા ધ ચાટ કાફે

અમદાવાદ: જો માનવી પોતે મનથી મક્કમ હોય તો કોઈપણ સિદ્ધિ હાંસિલ કરી શકે છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ તેમાંથી તે બહાર નીકળવાનો પ્રયત્ન કરતા જ હોય છે. તેવી જ રીતે અમદાવાદમાં રહેતા વૈશાલી બ્રહ્મભટ્ટ પોતાના પરિવારના સહયોગથી 2015માં શરૂ કરેલ ચાટ કાફેના બીજ રોપ્યાં હતા. જે આજે એક મોટું વટવૃક્ષ બન્યું છે. શરૂઆતમાં જે મહિને 2 લાખ રૂપિયાની આવક ધરાવતા હતા. તે આજે મહિને અંદાજિત 20 લાખ જેટલી આવક ધરાવી રહ્યા છે.

લોકો અને બાળકો માણે છે ટેસ્ટ

2015માં નાના આઉટલેટથી શરુઆત:વૈશાલી બ્રહ્મભટ્ટે ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે મારા પતિને ફાસ્ટ ફૂડ ખાવાનું ખૂબ જ શોખ હતો ત્યારે વિચાર આવ્યો કે આ ફૂડ બિઝનેસ શરૂ કરીએ. 2015 માં સૌથી પહેલા અમદાવાદના અર્બન ચોક ખાતે પહેલો ફૂડ કોર્ટ શરૂઆત કરી હતી. ધીમે ધીમે સોસાયટી ફૂડ કોર્ટ, બટાલિયન ફૂડ કોર્ટ અને ગોતા ખાતે ફૂડ કોર્ટ એન્ડ કુલ પાંચ જગ્યા ઉપર નાના આઉટલેટ શરૂ કરવામાં આવ્યા હતા જ્યાં મહિને બેથી અઢી લાખ રૂપિયાની આવક પ્રાપ્ત થતી હતી.

3,000થી પણ વધારે લોકોએ મફતમાં પાણીપુરીનો સ્વાદ માણ્યો

બોપલ ખાતે પહેલી મોટી દુકાન:સૌથી પહેલા 2020 માં અમદાવાદના બોપલ ખાતે પહેલી મોટી દુકાન ખોલી હતી. 2020ની અંદર પહેલી વખત દુકાન લઈને શરૂ કરવામાં આવી હતી. જેની અંદર અંદાજિત 25 લાખ જેટલું રોકાણ કરવામાં આવ્યું હતું. પરંતુ એક મહિનાની અંદર જ કોરોના મહમારીના કારણે ખૂબ મોટું નુકસાન થયું. સમગ્ર બિઝનેસ ઠપ થઈ ગયો હતો. આ દુકાનની અંદર કામ કરતા કારીગરોને પણ તેમના વતન પરત જઈ શકે તેમ ન હતા. જેના કારણે અહીંયા રહીને જ તેમને રહેવાને જમવાની સગવડ કરી આપી હતી. તે સમય અંદાજિત દુકાનમાં કરેલું 25 થી 30 લાખનું રોકાણમાં નુકસાન થયું. પરંતુ પોતાના આઉટલેટ જે ફૂડનો સ્વાદ લોકો સુધી પહોંચી રહે તે માટે કલાઉડ કિચન થકી લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો હતો.

વૈશાલીબેન દ્વારા એક અલગ પ્રકારની ચટણી તૈયાર કરવામાં આવે છે.

અલગ જ વિશેષતા: 3000 લોકોને મફત પાણીપુરી ચાટ કાફેની વિશેષતાની વાત કરવામાં આવે તો તેમની ચટણી જ અલગ જ પ્રકારની જોવા મળે છે. સામાન્ય રીતે આંબલીની ચટણી તૈયાર કરવામાં આવતી હોય છે પરંતુ વૈશાલીબેન દ્વારા એક અલગ પ્રકારની ચટણી તૈયાર કરવામાં આવે છે. જે ચટણી તમામ વયના લોકો ખાઈ શકે છે. આ ઉપરાંત દિલ્હી ચાટ રાજ કચોરી. બાસ્કેટ ચાર્ટ અને પાણીપુરીએ અલગ જ વિશેષતા જોવા મળી આવે છે. જ્યારે તેમને સાયન્સ સીટી ખાતે પોતાના નવા આઉટલેટ નું ઉદઘાટન કર્યું તે સમયે પોતે નારી હોવાને કારણે નારીને સૌથી વધુ પાણીપુરીનો સ્વાદ અનુકૂળ આવતો હોય છે. જેના કારણે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આ સમયે 3,000થી પણ વધારે લોકોએ મફતમાં પાણીપુરીનો સ્વાદ માણ્યો હતો.

ઇન્ટરનેશનલ લેવલ સુધી લઈ જવાની ઈચ્છા:અલગ અલગ શહેરમાં ફ્રેન્ચાઇઝી કોરોના બાદ પણ પોતાની મહેનત પર અડગ રહીને ફરી એકવાર દુકાન શરૂઆત કરી બોડકદેવ, નિકોલ તેમજ સાયન્સ સિટી ખાતે ધ ચાટ કાફેની શરૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત લીંબડી અને ગાંધીનગરમાં પણ ધ ચાર્ટ કાફીની ફ્રેન્ચાઇઝી આપવામાં આવી છે. આગામી સમયમાં અમદાવાદના અન્ય વિસ્તારોમાં પણ શરૂઆત કરવામાં આવશે. આજની આ સફળતા પ્રાપ્ત બાદ તે ખુશ તો છે. પોતાની આ બનાવેલી બ્રાન્ડને ઇન્ટરનેશનલ લેવલ સુધી લઈ જવાની ઈચ્છા પણ વ્યક્ત કરી રહ્યા છે.

  1. Vadodara Famous Sev Usal: ચોમાસુ શરૂ થતા જ સંસ્કારી નગરીના લોકો માણી રહ્યા છે સેવ ઉસળનો ચટાકો
  2. Millet Cookies Making Business: નોકરી છોડીને 10 લાખની લોન લઇ શરૂ કર્યો બિઝનેસ, આજે 40 લાખનું ટર્ન ઓવર

ABOUT THE AUTHOR

...view details