ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીને દબોચ્યા - crimebrandhahmedabad

વડોદરા/અમદાવાદ: વડોદરાના નવલખી મેદાનમાં સગીરા ઉપર બે નરાધમોએ ઉપાડી જઈને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી છે. બંને આરોપીને મોબાઈલ કોલ ડિટેઇલ્સ અને ટેક્નિકલ પુરાવાના આધારે દબોચી લેવાયા છે. આ અંગે વડોદરા પોલીસે 80થી વધુ લોકોની પૂછપરછ કરી હતી, પરંતુ અંતે અમદાવાદ ક્રાઇમને એક મોટી સફળતા મળી હતી.

વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસ
વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસ

By

Published : Dec 8, 2019, 10:25 AM IST

Updated : Dec 8, 2019, 12:43 PM IST

વડોદરા નવલખી સગીરા દુષ્કર્મ મામલામાં ઘટનાના 12 દિવસ બાદ બંને આરોપીઓ ઝડપાયા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વડોદરાથી બન્ને આરોપીઓને ઝડપી લીધા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સ્ક્રેચના આધારે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. વડોદરા શહેરના નવલખી મેદાનમાં ઉપર બે નરાધમોએ સગીરાને ઉપાડી જઈ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓને દબોચી લીધા છે. આ બંને વડોદરાના તરસાલી વિસ્તારમાં રહે છે અને ફુગ્ગા વેચવાનું કામ કરે છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કોલ લોકેશન અને કોલ સર્વેલન્સના આધારે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ મામલે વડોદરા પોલીસે 80 જેટલા લોકોની પૂછપરછ કરી હતી.

વડોદરાના નવલખી દુષ્કર્મ કેસમાં સગીરાના વર્ણનના આધારે પોલીસે બંને નરાધમોના સ્કેચ તૈયાર કરાવી 10 ટીમ સાથે શોધખોળ હાથ ધરી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચે પહેલીવાર ડ્રોન અને માઉન્ટેન પોલીસની મદદથી તપાસ કરી હતી. આ ઉપરાંત તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચની મદદ લેવાઈ હતી.

Last Updated : Dec 8, 2019, 12:43 PM IST

ABOUT THE AUTHOR

...view details