- સોલા સિવિલમાં કોવેક્સીનનું પરીક્ષણ શરૂ
- રોજ સવારે 10 થી 1 કરવામાં આવશે પરીક્ષણ
- 500 યુનિટ વેક્સીન કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી
અમદાવાદમાં આજે સોલામાં ફરી કોરોનાની કોવેક્સીનનું પરીક્ષણ શરૂ - Vaccine testing begins in Sola Civil
કોરોનાની કોવેક્સીન અમદાવાદ સોલા સિવિલ ખાતે પહોંચી હતી. જે બાદ હવે પરીક્ષણ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણ રોજ સવારે 10 થી 1 વાગ્યા દરમિયાનમાં સ્વેચ્છાએ આવતા લોકોનું મેડિકલ ચેકઅપ કરીને કરવામાં આવી રહ્યુ છે.
vaccine
અમદાવાદ : સોલા સિવિલમાં કોરોનાની કોવેક્સીનનું પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. શરૂઆતના તબક્કે 5 લોકો પર આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં 1 મહિલા અને 4 પુરૂષો હતા. જે બાદ હવે લોકોની ઇન્કવાયરી આવતા લોકોનું મેડિકલ ચેકઅપ કરીને પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણ રોજ સવારે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી કરવામાં આવશે.
Last Updated : Nov 27, 2020, 3:44 PM IST