ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં મિશન 'ઇન્દ્રધનુષ' અંતર્ગત રસીકરણની શરૂઆત કરાઇ - મિશન ઇન્દ્રધનુષ

અમદાવાદ: બાળકોને નાનપણથી જ કોઈ રોગ ના થાય તે માટે રસી અપાવવી જરૂરી છે, પરંતુ કેટલાક માતા-પિતા અજાણ હોય છે, જેથી રસી નથી આવતા. ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા દેશભરમાં મિશન ઇન્દ્રધનુષનો શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અમદાવાદમાં પણ રાજ્યના મુખ્યપ્રધાન તથા નાયબ મુખ્યપ્રધાન દ્વારા મિશન ઇન્દ્રધનુષના ભાગરૂપે રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત રસીકરણની શરૂઆત કરવામાં આવી
મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત રસીકરણની શરૂઆત કરવામાં આવી

By

Published : Dec 3, 2019, 11:19 PM IST

અમદાવાદના સલ્મ વિસ્તાર પૈકીના અસારવામાં ગરીબ બાળકોને મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત રસિકરણની શરૂઆત કરવામાં આવી હતી. મુખ્યપ્રધાને સ્થાનિક લોકોની ઘરે જઈને મુલાકાત લીધી હતી. જે બાદ જાહેર કાર્યક્રમમાં 2 બાળકોને રસી પણ આપી હતી. કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ઉપરાંત નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, આરોગ્ય સચિવ સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત રસીકરણની શરૂઆત કરવામાં આવી

રાજ્યમાં દર વર્ષે 12 લાખ જેટલા બાળકોનો જન્મ થાય છે અને તે પૈકીના ઘણા બાળકો રસિકરણના અભાવે બીમારીનો ભોગ બને છે, ત્યારે નાનપણમાં જ રસી આપવાથી બાળકો રોગથી દૂર રહે છે. તે હેતુથી ભારત સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા મિશન ઇન્દ્રધનુષ હેઠળ રસીકરણના કાર્યક્રમની શરૂ કરવામાં આવી છે અને રાજ્યના તમામ ગામ તથા શહેરના નાના વિસ્તારમાં 5 વર્ષ સુધીના બાળકોને 7 વખત રસી આપવામાં આવશે જેનાથી બાળકો રોગમુક્ત થશે.

ABOUT THE AUTHOR

...view details