- 16 જાન્યુઆરીએ મેડિકલ કર્મીઓને કોરોના વેક્સિન અપાશે
- મેડિકલ કર્મીઓ વેક્સિનને લઈને ઉત્સાહિત
- લોકોને પણ વેક્સિનને લઈને સ્વસ્થ રહેવા અપીલ કરી
અમદાવાદ : આજે સમગ્ર દેશમાં કોરોના વોરિયર્સ એવા મેડિકલ કર્મીઓ માટે કોવિડ વેક્સિનેશનનો પ્રારંભ થઇ રહ્યો છે. સમગ્ર દેશમાં ત્રણ કરોડ જેટલા મેડિકલ કર્મીઓને વેક્સિનેશનનો લાભ મળશે. ઇટીવી ભારતે કોરોના વોરિયર્સ એવા મેડિકલ કર્મીઓ સાથે વાત કરી હતી. જેમણે કોરોના સમય દરમિયાન લોકોની સેવા કરી છે. જેમાં ડોક્ટર, નર્સ અને અન્ય મેડિકલ કર્મીઓનો સમાવેશ થાય છે.
મેડિકલ કર્મીઓએ વેક્સિન માટે ઓનલાઇન ફોર્મ ભર્યું
મેડિકલ સેવા સાથે સંકળાયેલ હેલ્થ વર્કરોએ જણાવ્યું હતું કે, તેમને ઓનલાઈન ફોર્મ ભરવા માટે લિંક મોકલી અપાઈ હતી. જે ફોર્મ તમણે ઓનલાઇન ફીલ કરી દીધુ છે. હાલમાં સિરમ ઇન્સ્ટિટયૂટ દ્વારા બનાવેલી અને ભારત બાયોટેક દ્વારા બનાવયેલ કોવિડ રસી આ મેડિકલ કર્મીઓને અપાશે. જેના નામ અનુક્રમે કોવિશિલ્ડ અને કોવેક્સિન છે. પરંતુ તેમને કઈ વેક્સિન આપવામાં આવશે તે વિશે જણાવવામાં આવ્યું નથી. અમદાવાદમાં સિવિલ ખાતે અને અન્ય શહેરો ખાતે પણ કોરોના વેક્સિનેશન શરૂ કરવામાં આવશે.