અમદાવાદઃગુજરાતમાં બાળકો માટે કોવિડ 19 રસીકરણ અભિયાન શરૂ થવાનું છે. તેવામાં ગુજરાત સરકાર(Gujarat Health Department)દ્વારા મહા રસીકરણ અભિયાન શરુ કરવામાં આવી રહ્યું છે, જેમાં 15થી 18 વર્ષની ઉંમરના બાળકોનું રસીકરણ(Vaccination of children in Gujarat) કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 15થી 18 વર્ષના સગીર વયના બાળકોને કોરોના રસી આપવા માટેની જાહેરાત કરી છે. 3 જાન્યુઆરી. 2022થી બાળકો માટે રસીકરણને લઈને ગુજરાતના મહાનગરો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને ગુજરાત આરોગ્ય વિભાગે સંપૂર્ણ આયોજન કર્યું છે.
અમદાવાદ શહેર
કેન્દ્ર સરકારની બાળકો માટે રસી આપવાની જાહેરાત બાદ અમદાવાદ મનપા પણ બાળકોને વેક્સીન(Vaccination of Ahmedabad children) આપવા માટે તૈયારી કરી રહી છે. શહેરના 3 લાખ બાળકોને રસી આપવાનો અંદાજ છે. અમદાવાદ મનપાના મેડિકલ ઓફિસર ભાવિન સોલંકીએ ETV Bharatને જણાવ્યું હતું કે હાલ રાજ્ય સરકારના તરફથી મળેલા માર્ગદર્શન મુજબ આગામી 3 જાન્યુઆરીથી બાળકોનું રસીકરણ શરુ કરવામાં આવશે.
સુરત
કેન્દ્ર સરકાર દ્વારા 15થી 18 વર્ષની ઉંમરના બાળકો માટે કોરોના વેક્સિન માટેની (Surat children corona vaccine)જાહેરાત બાદ સુરત મહાનગરપાલિકા આ એજગૃપ ધરાવતા વિદ્યાર્થીઓ કે અભ્યાસ ન કરતા કિશોરનો સર્વે શરૂ કર્યો છે. સુરતમાં 15થી 18 વર્ષની ઉંમરના કિશોરોની સંખ્યા 1.80 લાખ છે.
સુરત બાળકોનો સર્વે શરૂ કર્યો
સુરતમાં નવેમ્બર માસથી લઈને અત્યાર સુધીમાં 38 જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે અને હાલ સુરત શહેરમાં કોરોના કેસો સતત વધી રહ્યા છે. માત્ર સુરત જ નહીં ગુજરાતમાં પણ કોરોના સંક્રમણમાં લોકો સપડાઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા 15 થી 18 વર્ષની વય જૂથ ધરાવતા કિશોરોને વેક્સિન આપવા માટે જાહેરાત કરતાં હવે સુરત મહાનગરપાલિકા 15 થી 18 વર્ષના બાળકોનો સર્વે શરૂ કર્યો છે. એક અંદાજ મુજબ સુરત શહેરમાં ધોરણ 10, 11 અને 12 માં કુલ 1.50 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેઓનું એઇજ ગૃપ 15થી 18 વર્ષ વચ્ચેનું છે. આ ઉપરાંત સુરત શહેરમાં 30 હજાર જેટલા કિશોર છે, જેઓ 15થી 18 વર્ષની વચ્ચેના છે સ્કૂલમાં અભ્યાસ નહીં કરતા અંદાજે 30 હજાર જેટલા વિદ્યાર્થીઓની માહિતી મેળવવા સર્વે કરાઈ રહ્યો છે. આ તમામને કોરોનાની વેક્સિન આપવાની તૈયારીઓ ચાલી રહી છે. અને કોર્પોરેશન સંપૂર્ણ રીતે સજ્જ છે.
રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ 15થી 18 વર્ષનાં બાળકો માટેની કોરોના વેકસીન માટેની તૈયારીઓ શરૂ કરી છે. રાજકોટમાં કોરોનાની વેક્સિનના પ્રથમ ડોઝનું વેક્સિનેશન 100 ટકા કરતા વધુ થઈ ગયું છે અને બીજા ડોઝનું વેક્સિનેશન 100 ટકા કરવાના લક્ષ્ય પર કોર્પોરેશન આગળ વધી રહ્યું છે. એવામાં હવે બાળકો માટેની કોરોનાની વેક્સિન લઈને રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ થયું છે. જ્યારે પણ સરકાર દ્વારા આદેશ આપવામાં આવશે, ત્યારથી જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાળકોને કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે.
રાજકોટમાં બાળકો માટે રસીકરણની તૈયારી
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરા ETV Bharatને જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાની ટીમ શાળા અને કોલેજોના સંપર્કમાં હોય છે. જ્યારે શાળાની કામગીરીને લઇને રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી નગરપ્રાથમિક શિક્ષણ અધિકારી અને ડીપીઈઓ આ તમામના સંપર્કમાં રાજકોટ મહાનગરપાલિકાની ટીમ છે એટલે જ્યારે પણ રાજકોટમાં બાળકો માટેની કોરોનાની વેક્સિનની શરૂઆત (Vaccination of children in Rajkot)કરવામાં આવશે. ત્યારે આ તમામની અધિકારીઓ કર્મચારીઓની પણ મદદ લેવામાં આવશે. હાલ રાજકોટ મહાનગરપાલિકા પાસે પૂરતો સ્ટાફ પણ છે. તેમજ રાજકોટમાં આગામી દિવસોમાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે મહાનગરપાલિકાનું તંત્ર તૈયાર છે.
વડોદરા