- શહેરમાં વેક્સિનેશનની કામગીરી ફરી શરૂ કરી દેવાઇ
- એપોલો હોસ્પિટલ દ્વારા ડ્રાઇવ થ્રુથી વેક્સિનેશનનું આયોજન
- આજે 27 મેથી શરૂ ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ થશે
અમદાવાદ :શહેરમાં વેક્સિનેશન(Vaccination)ની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વાવાઝોડાને કારણે રોકાયેલી પ્રક્રિયા AMC દ્વારા ફરી શરુ કરાઈ છે. શહેરમાં આજે ગુરૂવારથી એપોલો હોસ્પિટલ દ્વારા AMC સાથે મળીને PPP ધોરણે GMDC ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન(Vaccination)ની કામગીરી શરુ કરશે.
વેક્સિન લેનારી વ્યક્તિએ એક હજાર રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે
18થી વધુ ઉંમરના લોકોને સ્થળ પર જરજીસ્ટ્રેશન(registration) કરીને વેક્સિન(Vaccine) આપવામાં આવશે. વેક્સિન(Vaccine) લેનારી વ્યક્તિએ એક હજાર રૂપિયાનો ચાર્જ(One thousand rupees charge) ચૂકવવો પડશે. હાલમાં વેક્સિન(Vaccine) માટે લોકોને હાલાકી ભોગવવી પડે છે. સરકાર ફ્રીમાં વેક્સિન(Vaccine) આપી શકતી નથી અને હવે પ્રાઈવેટ પાર્ટનરશીપમાં એક હજાર રૂપિયામાં વેક્સિન વેચશે.
આ પણ વાંચો : ધંધુકાના ધારાસભ્ય દ્વારા વેક્સિનેશનનો પ્રારંભ કરવા મુખ્યપ્રધાન પાસે માગ