- નેસ્ટ બંગલો એસોસિએશન દ્વારા વેક્સિનેશનકેમ્પ યોજાયો
- વેક્સિનેશનકેમ્પમાં 400થી વધુ લોકોને વેક્સિન અપાશે
- મોટી સંખ્યામાં લોકોએ વેક્સિનેશનકેમ્પમાં લીધો ભાગ
અમદાવાદ: સરકાર દ્વારા વધુમાં વધુ લોકોને વેક્સિન આપી શકે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે બુધવારના રોજ કોર્પોરેશનના સહયોગથી અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા નેસ્ટ બંગલો ખાતે વેક્સિનેશન માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.
વેક્સિનેશન કેમ્પમાં કેવી વ્યવસ્થા
નેસ્ટ બંગલો ખાતે યોજવામાં આવેલા વેક્સિનેશન કેમ્પમાં સરકારના ધારાધોરણ મુજબ 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે, ત્યારે વેક્સિન લેવા આવનારા વ્યક્તિઓ માટે બેસવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તો નાસ્તા અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટી ઉંમરના લોકો માટે વહિલચેરની પણ વ્યવસ્થા કરાઇ હતી. સોસાયટીના ચેરમેન રવિ જોશીએ જાણકારી આપતા કહ્યું કે, મહાનગરપાલિકાના સહયોગથી વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી આજે ઘર આંગણે જ લોકો વેક્સિન લઇ શકશે.
આજે 12 એપ્રિલના રોજ APMC ધંધુકા ખાતે કોરોના વેક્સિન અંતર્ગત નગરમાં કોરોના વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. 21 જાન્યુઆરીથી આજ દિન સુધી ધંધુકા અને ધોલેરા તાલુકા વિસ્તારમાં 15,588 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે.