ગુજરાત

gujarat

ETV Bharat / state

માંડલ તાલુકા પંચાયતમાં વેક્સીનેશન કેમ્પનું આયોજન - Vaccine camp

અમદાવાદ જિલ્લામાં તમામ તાલુકામાં વેક્સિનની કામગીરી ચાલી રહી છે. માંડલ તાલુકા પંચાયત ખાતે વેક્સિનેશનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 100થી વધુ લોકોએ વેક્સિનનો લાભ લીધો હતો.

વેક્સીનેશન કેમ્પનું આયોજન
વેક્સીનેશન કેમ્પનું આયોજન

By

Published : Jun 19, 2021, 10:09 AM IST

  • માંડલ તાલુકા પંચાયતમાં વેક્સિન કેમ્પ યોજાયો
  • 18 વર્ષથી ઉપરના તમામ લોકોનું રજીસ્ટ્રેશન કરી વેક્સિન અપાઇ
  • 100થી વધુ લોકોએ વેક્સિનનો લાભ લીધો

અમદાવાદ :જિલ્લામાં તમામ તાલુકા લેવલે વેક્સિનની કામગીરી ચાલી રહી છે. માંડલ તાલુકા પંચાયત ખાતે વેક્સિનેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. માંડલ તાલુકા હેલ્થ ઓફિસર, માંડલ ટ્રેનિંગમાં મુકાયેલા પ્રાંત અધિકારી સુરજ જી.બારોટ, માંડલ તાલુકા વિકાસ અધિકારી નવીન પટેલના માર્ગદર્શન નીચે 18 વર્ષથી ઉપરના લોકોને હજુ પણ વેક્સિન લેવાની બાકી હતી.

આ પણ વાંચો : વડોદરા: ગોરવા વિસ્તારમાં રહેતી મહિલા વેકસીન લીધા પછી ચુમકીય બની

સરકારી અધિકારીઓની બિરાદરી હેઠળ વેક્સિનેશનનો કાર્યક્રમ રાખ્યો

શાકભાજી વિક્રેતા, ફેરિયાઓ તેમજ મહિલાઓ અને ધંધાર્થીઓ, વેપારીઓને પણ વેક્સિન લેવા માટે સુચના કરાઈ હતી. પ્રજાને ઓનલાઈન નોંધણી, સર્ટીફીકેટ અને સરળતાથી વેક્સિન મળી જાય તે હેતુથી સરકારી અધિકારીઓની બિરાદરી હેઠળ ખાસ વેક્સિનેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : પાટણમાં કોરોના વેક્સિન લીધા બાદ શરીરમાં ચુંબકીય અસરની ઘટના સામે આવી

વેક્સિનના કાર્યક્રમમાં રજીસ્ટ્રેશન અને સર્ટીફીકેટ જ કરી અપાયું

આ પ્રસંગે માંડલ પ્રાંત અધિકારી, TDO, આરોગ્ય સ્ટાફ, હેતલ, જ્યોત્સના તેમજ માંડલ તલાટી અરવિંદ મકવાણા, તાલુકા પંચાયતનો સંપુર્ણ સ્ટાફ, મનરેગામાંથી રણજીત, ભુષણ સહિતના લોકો આ કામગીરીમાં જાેડાયેલ હતાં. આ કાર્યક્રમમાં 100થી વધુ લોકોએ વેક્સિનનો લાભ લીધો હતો. આ વેક્સિનના કાર્યક્રમમાં રજીસ્ટ્રેશન અને સર્ટીફીકેટ પણ અહીંથી જ કરી આપવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details