- વણી ગામે 45 વર્ષના લોકોને રસી આપવામાં આવી
- વણીમાં ગ્રામજનોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા
- સમગ્ર ટીમે લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયત્ન કર્યો
અમદાવાદ: કોરોનાની મહામારી હાહાકાર મચાવ્યો છે, ત્યારે વિરમગામના વણી મુકામે ગોરૈયા મેડિકલ ટીમ દ્વારા 45થી વધુ વયના લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી અને શંકાસ્પદ દર્દીને RT-PCR ટેસ્ટ કરી ડૉક્ટરો દ્વારા દવા આપવામાં આવી હતી.
વણી ગામને સેનિટાઈઝ કરાયું
દિન-પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે સાવચેતીના ભાગરૂપ અમદાવાદ જિલ્લા પંચાયતના સદસ્ય વિષ્ણુભાઈ જાદવ, વિરમગામ તાલુકા પંચાયતના કારોબારી સભ્ય મયુરભાઈ ચાવડા અને સહ કન્વીનર અમદાવાદ જિલ્લા ભાજપ દીપકભાઈ ડોડીયા અને ગામના આગેવાનો દ્વારા ગામને સેનિટાઈઝ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:મહેસાણામાં નવી 10 જગ્યાએ કોરોના ટેસ્ટિંગ અને રસીકરણની કામગીરી યોજાઈ
કોરોનાની મહામારીને અટકાવવા સૂચનો આપ્યા
વિરમગામ તાલુકા વિકાસ અધિકારી રૂરલ PSI વી.એ.શેખ, વિરમગામ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન મયુર ભાઈ ચાવડા, આરોગ્ય અધિકારી રણજીતભાઈ પરમાર, દીપકભાઈ ડોડીયા અમદાવાદ જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું અને સરકારની ગાઇડ લાઇનનું પાલન કરીએ તેમ જણાવ્યું હતું. ડૉ.રાકેશ ભાવસારે લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરે અને સુરક્ષિત રહે તેમ જણાવ્યું હતું. કારણ વિના ઘરની બહાર ન નીકળવું, માસ્ક ફરજિયાત પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું. ડૉક્ટર રાકેશભાઈ ભાવસારે અને તેમની સમગ્ર ટીમે લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયત્ન કર્યો હતો.
આ પણ વાંચો:ધંધુકા નગરપાલિકા ખાતે નગરજનોના હિતાર્થે કોરોના રસીકરણ કેમ્પ યોજાયો
વેક્સિન લેવામાં લોકોની ઉદાસીનતા
અત્યારે જ્યારે કોરોનાની મહામારીમાં સંક્રમિતોની સંખ્યા વધી રહી છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ કોરોના વેક્સિન આપવાનો કાર્યક્રમ સતત ચાલી રહ્યો છે. આમ છતાં લોકો સામે ચાલીને વેક્સિન લેવા આવતા નથી, ત્યારે લોકોને દેવુભાઈ સિંધવ, હિતેશ સિંધવ અને દીપક ડોડીયા દ્વારા વણી ગ્રામજનોને વેક્સિન લેવા માટે સમજાવ્યા હતા અને લોકોમાંથી કોરોનાનો ભય ઓછો થાય અને સરકારી ગાઈડલાઈનનું પાલન કરે તેવી લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.