ગુજરાત

gujarat

ETV Bharat / state

વાયુ વાવાઝોડાંના સંકટનો સામનો કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સજ્જ

અમદાવાદ: હાલની વાત કરીએ તો વાયુ વાવાઝોડાને પગલે તંત્ર સજજ થઈ ગયું છે. જેમાં ટાગોર હોલ, પાલડી ખાતે મુખ્ય કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. તેમજ કોર્પોરેશનના એન્જીનીયરીંગ લઈને તમામ વહીવટી કેડરના સ્ટાફને જવાબદારી સોંપી દેવામાં આવી છે. લાઈટ ખાતામાંથી ટોરેન્ટના માણસોને મુખ્ય કંટ્રોલ રૂમ ખાતે હજાર કરી દેવામાં આવી છે. મુખ્ય કંટ્રોલરૂમ પાલડી ખાતે તેમજ તમામ ઝોનમાં ઝોનલ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવેલ છે.

અમદાવાદ

By

Published : Jun 12, 2019, 6:44 PM IST

પ્રાપ્ત વિગતો અનુસાર, વાયુ વાવાઝોડાને પગલે AMC તંત્ર સજ્જ થઈ ગયું છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટકા ટ્રેડિંગ સાઇટ ઉપરથી હોર્ડિંગ્સ દૂર કરવા સુચના આપવામાં આવ્યું છે. 8 જેટલી રેસ્ક્યુ વન 15 જેટલા ફાયર સ્ટેશન ઉપર ફાયરબ્રિગેડના કર્મચારીઓને સ્ટેન્ડ-ટુ રાખવામાં આવ્યા છે. ઉપરાંત ઇમર્જન્સીમાં કોઈપણ જગ્યાએ ઝડપથી પહોંચી જવા માટે વધારાની ચાર ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.

વાયુ વાવાઝોડાંના સંકટ સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સજ્જ

શહેરમાં વાવાઝોડા દરમિયાન જો જાનહાનિ થાય તો તે જગ્યાએ સૌથી પહેલા પહોંચવા માટે દરેક ફાયર સ્ટેશનોને સૂચના આપી દેવામાં આવી છે. હેલ્થ ખાતા દ્વારા તમામ મેડિકલ બાબતોને કરવામાં આવી છે અને કર્મચારીઓને સ્ટેન્ડ ટુ રાખેલ છે. સ્માર્ટ સીટી અંતર્ગત મુકવામાં આવેલ vmd CCTV કેમેરાના પૂરજે એજન્સી સંભાળે છે. તેના માણસોને મુખ્ય કંટ્રોલરૂમ પારડી ખાતે હાજર રહેવાની સૂચના આપવામાં આવેલ છે

ABOUT THE AUTHOR

...view details